________________
પાંચમો વક્ષસ્કાર
૩૮૧
પાંચમો વક્ષસ્કાર જે પરિચય
જે
પ્રસ્તુત વક્ષસ્કારમાં તીર્થંકર પરમાત્માના જન્મ સમયે ૫૬ દિકુમારીઓ ભગવાનનું સૂતિકા કર્મ કરે છે તે તથા ૬૪ ઇન્દ્રો મેરુપર્વત ઉપર પ્રભુનો અભિષેક કરે છે તેનું વર્ણન છે.
તીર્થકરોનું ઉત્પત્તિ ક્ષેત્રઃ- તીર્થકરો અઢીદ્વીપના કર્મભૂમિના ૧૫ ક્ષેત્રમાં જન્મ ધારણ કરે છે. જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની ૩ર વિજયમાં ઓછામાં ઓછા ૪ તીર્થકર સદા અવશ્ય હોય છે અને કોઈ કાલે વધુમાં વધુ હોય તો પ્રત્યેક વિજયે ૧-૧ અર્થાત્ જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં ૩ર તીર્થકર હોય છે.
ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ત્રીજા-ચોથા આરામાં(કાળ વિભાગમાં) અનુક્રમથી ૨૪ તીર્થકર થાય છે. જ્યારે તીર્થકર હોય ત્યારે ત્યાં એક જ હોય છે. તીર્થંકર પ્રભુ મધ્યરાત્રિએ જન્મ ધારણ કરે છે. તે સમયે સહુ પ્રથમ ૫૬ દિકકુમારિકા-દેવીઓ આવે છે. પ દિશાકુમારિકા-દેવીઓના સ્થાન :અધોલોકવાસી આઠ દિશાકુમારિકા-દેવીઓ - આ દિશાકુમારીઓ ભવનપતિ જાતિની દેવીઓ છે. તે અધોલોકમાં પોતાના આવાસમાં રહે છે. ઊર્વલોકવાસી આઠ દિશાકમારિકા-દેવીઓ - મેરુ પર્વત ઉપર ૫00 યોજનની ઊંચાઈ પર રહેલા નંદનવનમાં આઠ ફૂટ છે. તેના ઉપર ઊર્ધ્વલોકવાસી દિશાકુમારીકા દેવીઓના આવાસ છે.
ચકવાસી ૪૦ દિશાકુમારિકા-દેવીઓ :- જીવાભિગમ સૂત્રમાં સર્વ દ્વીપ સમુદ્રોનું વર્ણન છે ત્યાં પંદરમા દ્વીપરૂપે રુચકદીપનું કથન છે. આ સુચક દ્વીપની બરાબર મધ્યમાં વલયાકારે રુચક નામનો પર્વત છે. આ પર્વત ૮૪,000 યોજન ઊંચો છે. મૂળમાં ૧૦,૦રર યોજન, મધ્યમાં ૭,૦૨૩ યોજન અને શિખર ઉપર ૪,૦૨૪ યોજન પહોળો છે.
તેના શિખર ઉપર ૪,૦૦૦-૪,000 યોજન જઈએ ત્યાં પૂર્વાદિ ચારે દિશામાં એક લાઈનમાં નવ નવ ફૂટ છે. તેમાં મધ્યનું સિદ્ધાયતન કૂટ છે અને તેની બંને બાજુના ૪-૪ અર્થાત્ આઠ કૂટ ઉપર ૮-૮ દિશાકુમારિકા-દેવીઓ રહે છે. તે અનુક્રમે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ રુચક કૂટવાસી દિશાકુમારિકા-દેવી રૂપે પ્રસિદ્ધ છે. (૮૪૪ = ૩ર).
આ રુચક પર્વતના શિખર ઉપર ૪,૦૦૦-૪,000 યોજન જઈએ ત્યારે ચારે વિદિશામાં એક-એક ફૂટ છે. તે ચાર ફૂટ ઉપર વિદિશા સુચક ફૂટ વાસી ચાર દિશાકુમારિકા-દેવીઓ રહે છે. (૩ર + ૪ = ૩૬).
આ રુચક પર્વતના ૪,૦૨૪ યોજન પહોળા શિખર ઉપર ૨,000 યોજન જઈએ ત્યારે પૂર્વાદિ