________________
ચોથો વક્ષસ્કાર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! રમ્યક્ષેત્રમાં ગંધાપાતી નામનો વૃત્ત વૈતાઢય પર્વત ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! નરકંતા નદીની પશ્ચિમમાં, નારીકંતા નદીની પૂર્વમાં, રમ્યક્ષેત્રની બરાબર મધ્યમાં ગંધાપાતી નામનો વૃત વૈતાઢય પર્વત છે. તેનું સંપૂર્ણ વર્ણન હરિવર્ષના વિકટાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતની સમાન જાણવું. ગંધાપાતી વૃત્તવૈતાઢ્ય પર્વત ઉપર તેના જેવાં વર્ણવાળા, આભાવાળા અનેક ઉત્પલ, (કમળ), પદ્મ આદિ છે. ત્યાં પરમ ૠદ્ધિશાળી એક પલ્યોપમની સ્થિતિવાળા પદ્મ નામના દેવ રહે છે. તેથી તે પર્વતનું નામ ગંધાપાતી છે, તેની રાજધાની ઉત્તરમાં છે.
२०६ सेकेणणं भंते ! एवं वुच्चइ रम्मए वासे, रम्मए वासे ?
गोयमा ! रम्मए वासे णं रम्मे, रम्मए, रमणिज्जे, रम्मए य इत्थ देवे जाव પરિવસફ, તે તેકેળ ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! તે રમ્યવર્ષ ક્ષેત્રને રમ્યક્ વર્ષ ક્ષેત્ર કહેવાનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે ક્ષેત્ર રમ્યક્ = સુંદર, રમણીય છે અને તેમાં રમ્યક્ નામના દેવ રહે છે. તેથી રમ્યવર્ષ ક્ષેત્ર કહેવાય છે.
વિવેચન :
રમ્યક્ વર્ષ ક્ષેત્ર યુગલિક ક્ષેત્ર છે. અહીં હંમેશાં સુષમા નામના બીજા આરા જેવા ભાવો વર્તે છે. આ ક્ષેત્ર ગંધાપાતી વૃત્ત વૈતાઢય પર્વત અને નારીકતા તથા નરકંતા નામની બે નદીના કારણે ચાર વિભાગમાં વિભક્ત છે. તે સર્વનું વર્ણન હરિવર્ષ ક્ષેત્ર પ્રમાણે છે.
રમ્યક્ વર્ષ ક્ષેત્ર :
દિશા પહોળાઈ બાહા જીવા ધનઃપૃષ્ઠ મેરુપર્વતથી | ૮,૪૨૧ ૧૩,૩૬૧ ૭૩,૯૦૧ ઉત્તરમાં, યોજન યોજન યોજન ૧૭ની કળા
શિખરી
૧ કળા
ડ્રા કળા
પર્વતની
દક્ષિણમાં
૮૪,૦૧૬ યોજન
૪ કળા
ge
પર્વત
મધ્યમાં
ગંધાપાતી
નદી કાળ
સંસ્થાન
નારીકતા | સુષમા પથંક નરકતા કાળ જેવો (લંબચોરસ) અને
કાળ
વૃત્ત
વૈતાઢય પરિવારરૂપ
|૧,૧૨,૦૦૦
રુકમી વર્ષધર પર્વત :
२०७ कहि णं भंते ! जंबुद्दीवे दीवे रुप्पी णामं वासहरपव्वए पण्णत्ते ?
गोयमा ! रम्मगवासस्स उत्तरेणं, हेरण्णवयवासस्स दाहिणेणं, पुरत्थिमलवण