________________
[ ૩૫૪]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
जोयणसहस्साई पंच य एक्कारे जोयणसए छच्च-इक्कारस-भाए जोयणस्स बाहिं गिरिपरिरएणं, तिण्णि जोयणसहस्साई दुण्णि य बावत्तरे जोयणसए अट्ठ य इक्कारसभाए जोयणस्स अंतो गिरिविक्खंभेणं, दस जोयणसहस्साई तिण्णि य अउणापण्णे जोयणसए तिण्णि य इक्कारसभाए जोयणस्स अंतो गिरिपरिरएणं । से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते, वण्णओ जाव आसयंति । एवं कूडवज्जा सच्चेव णंदणवण वव्वया भाणियव्वा, तं चेव ओगाहिऊण जाव पासायवडेंसगा सक्कीसाणाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મંદર પર્વત ઉપર સોમનસ નામનું વન ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! નંદનવનના બહુ સમતલ અને રમણીય ભૂમિભાગથી ૨,૫૦૦(બાસઠ હજાર પાંચસો) યોજન ઊંચે મંદર પર્વત ઉપર સોમનસ નામનું વન છે. તેનો ચક્રવાલ વિખંભ ૫00 યોજન છે, તે ગોળ-વલયાકારે છે. તે મંદરપર્વતની ચારે બાજુ પથરાયેલું છે. તે વનની બહાર મેરુપર્વતની પહોળાઈ ચાર હજાર, બસો બોતેર પૂર્ણાક આઠ અગિયારાંશ યોજન (૪,૨૭૨ જ યો.) છે. તેની પરિધિ તેર હજાર, પાંચસો અગિયાર પૂર્ણાક છ અગિયારાંશ યોજના (૧૩,૫૧૧ યો.) છે. તે સોમનસ વનની અંદર મેરુ પર્વતની પહોળાઈ ત્રણ હજાર, બસો બોતેર પૂર્ણાક આઠ અગિયારાંશ યોજન (૩,૨૭૨ - યો.) છે, પર્વતના અંદરના ભાગમાં સંલગ્ન તેની પરિધિ દસ હજાર, ત્રણસો ઓગણપચાસ પૂર્ણાક ત્રણ અગિયારાંશ (૧૦,૩૪૯ યો.) છે. તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ચારે બાજુથી ઘેરાયેલું છે. તેનું વિસ્તૃત વર્ણન પૂર્વવતુ છે. યાવત ત્યાં દેવ-દેવીઓ આશ્રય લે છે, વિશ્રામ કરે છે. કૂટો સિવાયનું શેષ સંપૂર્ણ વર્ણન નંદનવનની સમાન છે. તેમાં મેરુ પર્વતથી ૫૦ યોજન દૂર શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના ઉત્તમ પ્રાસાદ છે. તે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું.
વિવેચન :
સોમનસવન પ્રાસાદાદિ .
પ્રસ્તુત સૂત્રમાં મેરુપર્વતના ચાર વનમાંથી ત્રીજા સોમનસ વનનું વર્ણન છે.
સોમનસવન સ્થાન - મેરુપર્વત ઉપર ૬૩,000 યોજનની ઊંચાઈએ અને નંદનવનથી દ૨,૫00 યોજન ઊંચે વલયાકારે આ વન સ્થિત છે. આ વનમાં કૂટ નથી. સોમનસ વનની વાવડીઓના નામ :- સોમનસવનમાં મેરુપર્વતથી ૫૦ યોજન દૂર ઈશાન વિદિશામાં સુમના, સૌમનસા, સૌમનાંસા, મનોરમા; અગ્નિવિદિશામાં ઉત્તરકુરુ, દેવકુરુ, વારિષેણ,