________________
૩૫ર |
શ્રી જંબતીપ પ્રાપ્તિ સત્ર
ફૂટ છે. ત્યાં વત્સમિત્રા નામની દિકુમારી દેવી રહે છે. તેની રાજધાની પશ્ચિમમાં છે. જ્ઞા
ઉત્તર દિશાવર્તી ભવનની પશ્ચિમમાં, ઉત્તરપશ્ચિમ વિદિશા વર્તી ઉત્તમ પ્રાસાદની પૂર્વમાં સાગરચિત્ર ફૂટ છે. ત્યાં વસેના નામની દિકકુમારી દેવી રહે છે. તેની રાજધાની ઉત્તરમાં છે. II
ઉત્તર દિશાવર્ત ભવનની પૂર્વમાં, ઉત્તરપૂર્વ વિદિશાવર્તી ઉત્તમ પ્રાસાદની પશ્ચિમમાં વજક્ટ છે. ત્યાં બલાહકા નામની દિકુમારી દેવી રહે છે. તેની રાજધાની ઉત્તરમાં છે. १७९ कहि णं भंते ! णंदणवणे बलकूडे णामं कूडे पण्णत्ते ?
गोयमा ! मंदरस्स पव्वयस्स उत्तरपुरथिमेणं, एत्थ णं णंदणवणे बलकूडे णामं कूडे पण्णत्ते । एवं जं चेव हरिस्सहकूडस्स पमाणं रायहाणी य, तं चेव बलकूडस्सवि, णवरं बलो देवो, रायहाणी उत्तरपुरस्थिमेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નંદનવનમાં બલકૂટ નામના કૂટ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! નંદનવનમાં મંદર પર્વતની ઉત્તરપૂર્વમાં બલકૂટ નામનું કૂટ છે. તે કૂટ અને તેની રાજધાનીનું પ્રમાણ, વિસ્તાર વગેરે હરિસ્સહકૂટની સમાન છે. તેના અધિષ્ઠાયક બલ નામના દેવ છે અને તેની રાજધાની ઉત્તરપૂર્વમાં છે. lલા
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મેરુપર્વત ઉપરના બીજા નંદનવનનું વર્ણન છે. નંદનવનસ્થાન - મેરુપર્વતની ૫00 યોજનની ઊંચાઈ પર, મેરુપર્વતની ચારે બાજુ વલયાકારે આ વન સ્થિત છે. તેનો ચક્રવાલ વિખંભ ૫00 યોજન છે.
વાતંરિ વિમો - મેખલાના ભાગમાં પર્વતોની પહોળાઈ બે પ્રકારે હોય છે. એક બહારની અને બીજી અંદરની. નંદનવનની બહારની બાજુ મેરુ પર્વતની પહોળાઈને (પ00 યોજનની ઊંચાઈએ મેરુ પર્વતની પહોળાઈ) 'બાહ્ય પર્વત વિખંભ' કહે છે.
મેરુપર્વત મૂળમાં ૧૦,000 યોજન લાંબો-પહોળો છે. ઉપર જતાં પ્રત્યેક યોજને તેની પહોળાઈ ૧ યોજન જેટલી ઘટતી જાય છે. ૫00 યોજન ઊંચે તેની પહોળાઈ ૪૫ યોજન જેટલી ઘટી જાય છે. ૧0000 યોજનમાંથી ૪પ યોજન બાદ કરતા પ્રાપ્ત ૯,૯૫૪ યોજન પહોળાઈ બાહ્ય મેરુની પહોળાઈ
અંતરિવિલંબો –નંદનવનની અંદરની બાજુએ મેરુ પર્વતની પહોળાઈ, આત્યંતર ગિરિવિઝંભ કહેવાય છે.