________________
ચોથો વક્ષસ્કાર
| उ२७ ।
ઉત્તરમાં, નલિનકુટ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, પંકાવતી મહાનદીની પશ્ચિમમાં મંગલાવર્ત નામની વિજય છે. તેનું સંપૂર્ણ વર્ણન કચ્છ વિજયની સમાન જેવું છે. ત્યાં મંગલાવર્ત નામના દેવ નિવાસ કરે છે. તેથી તે વિજય મંગલાવર્ત વિજય કહેવાય છે. અથવા તો તે નામ નિત્ય, શાશ્વત યાવત્ અવસ્થિત છે. १३६ कहि णं भंते ! महाविदेहे वासे पंकावई कुंडे णामं कुंडे पण्णत्ते ?
गोयमा ! मंगलावत्तस्स पुरथिमेणं, पुक्खलावत्तविजयस्स पच्चत्थिमेणं, णीलवंतस्स वासहर पव्वयस्स दाहिणे णितंबे, एत्थ णं पंकावई कुंडे णामं कुंडे पण्णत्ते, तं चेव वक्तव्वं गाहावइकुंडप्पमाणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહ ક્ષેત્રમાં પકાવતી નામનો કુંડ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં મંગલાવર્ત વિજયની પૂર્વમાં, પુષ્કલાવર્ત વિજયની પશ્ચિમમાં, નીલવાન વર્ષધરપર્વતના દક્ષિણી તળેટીમાં પકાવતી નામનો કુંડ છે. તેનું પ્રમાણ, વર્ણન ગાતાવતી કંડની સમાન છે. તેમાંથી પંકાવતી નામની નદી નીકળે છે. તે મંગલાવર્ત વિજય અને પુષ્કલાવર્ત વિજયને બે ભાગમાં વિભક્ત કરતી આગળ વધે છે. તેનું શેષ વર્ણન ગાતાવતીની સમાન છે. १३७ कहि णं भंते ! महाविदेहे वासे पुक्खलावत्ते णामं विजए पण्णत्ते ?
गोयमा ! णीलवंतस्स दाहिणेणं, सीयाए उत्तरेणं, पंकावईए पुरथिमेणं, एगसेलस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, एत्थं णं पुक्खलावत्ते णामं विजए पण्णत्ते। एवं जहा कच्छविजए तहा भाणियव्वं जाव पुक्खले य इत्थ देवे महिड्डीए पलिओवमट्ठिइए परिवसइ, सेसं तं चेव जाव अवट्ठिए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં પુષ્કલાવર્ત નામની વિજય કયાં છે?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, પંકાવતી નદીની પૂર્વમાં, એકશૈલ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં, પુષ્કલાવર્ત નામની વિજય છે. તેનું વર્ણન કચ્છ વિજયની સમાન છે. અહીં પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા પુષ્કલ નામના દેવ નિવાસ કરે છે. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત્ તે વિજયનું નામ અવસ્થિત છે. १३८ कहि णं भंते ! महाविदेहे वासे एगसेले णामं वक्खारपव्वए पण्णते ?
गोयमा ! पुक्खलावत्तचक्क-वट्टिविजयस्स पुरत्थिमेणं, पोक्खलावती-चक्कवट्टिविजयस्स पच्चत्थिमेणं, णीलवंतस्स वासहर पव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, एत्थ णं एगसेले णामं वक्खारपव्वए पण्णत्ते, चित्तकूडगमेणं णेयव्वो जाव देवा आसयति ।