________________
ચોથો વક્ષસ્કાર
૩૨૧
कच्छस्स विजयस्स जाव कच्छगावई य इत्थ देवे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહાવિદેહક્ષેત્રમાં કચ્છકાવતી નામની વિજય ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, દ્રહાવતી મહાનદીની પશ્ચિમમાં, પદ્મકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, કચ્છકાવતી નામની વિજય છે. તે ઉત્તર-દક્ષિણ લાંબી અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. શેષ સંપૂર્ણ વર્ણન કચ્છ વિજયની સમાન છે યાવત્ અહીં કચ્છકાવતી નામના દેવ નિવાસ કરે છે.
| १३० कहि णं भंते ! महाविदेहे वासे दहावईकुंडे णामं कुंडे पण्णत्ते ?
गोयमा ! आवत्तस्स विजयस्स पच्चत्थिमेणं, कच्छगावईए विजयस्स पुरत्थिमेणं, णीलवंतस्स वासहर पव्वयस्स दाहिणिल्ले णितंबे, एत्थ णं महाविदेहे वासे दहावईकुंडे णामं कुंडे पण्णत्ते, सेसं जहा गाहावईकुंडस्स जाव अट्ठो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહાવિદેહક્ષેત્રમાં દ્રહાવતી નામનો કુંડ ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં આવર્ત વિજયની પશ્ચિમમાં, કચ્છકાવતી વિજયની પૂર્વમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણી તળેટીમાં દ્રહાવતી નામનો કુંડ આવેલો છે. શેષ સંપૂર્ણ વર્ણન ગાહાવતીકુંડની સમાન છે.
१३१ तस्स णं दहावईकुंडस्स दाहिणेणं तोरणेणं दहावई महाणई पवूढा समाणी कच्छावई, आवत्ते य विजए दुहा विभयमाणी - विभयमाणी दाहिणेणं सीयं महाणइं समप्पेइ, सेसं जहा गाहावई ।
ભાવાર્થ :- તે દ્રહાવતીકુંડના દક્ષિણી તોરણ દ્વારથી દ્રહાવતી મહાનદી નીકળે છે. તે કચ્છાવતી અને આવર્ત વિજયને બે ભાગમાં વિભક્ત કરતી આગળ વધે છે અને દક્ષિણ દિશા તરફ વહેતી સીતા મહાનદીમાં મળી જાય છે. શેષ સંપૂર્ણ વર્ણન ગાહાવતી નદીની સમાન છે.
१३२ कहि णं भंते ! महाविदेहे वासे आवत्ते णामं विजय पण्णत्ते ?
गोयमा ! णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, णलिणकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, दहावईए महाणईए पुरत्थिमेणं एत्थ णं महाविदेहे वासे आवत्ते णामं विजए पण्णत्ते, सेसं जहा कच्छस्स विजयस्स । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહાવિદેહક્ષેત્રમાં આવર્ત નામની વિજય ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, નલિનકૂટ