________________
| ३१२
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सिंधुमहाणई पवहे य मूले य भरहसिंधुसरिसा पमाणेणं जाव दोहिं वणसंडेहिं संपरिक्खित्ता । ભાવાર્થ:- તે સિંધુકંડના દક્ષિણી તોરણથી સિંધુ મહાનદી નીકળીને ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં વહે છે. ત્યાં તેને મળતી ૭,૦૦૦(સાત હજાર) નદીઓથી પરિપૂર્ણ થઈ, વૈતાઢય પર્વતને ભેદીને તિમિસ ગુફાની નીચેથી વહીને દક્ષિણાર્ધ કચ્છ વિજયમાં વહે છે. ત્યાં તેને મળતી બીજી ૭000 સાત હજાર નદીઓ કુલ ૧૪,૦૦૦(ચૌદ હજાર) નદીઓ સાથે તે દક્ષિણમાં સીતા મહાનદીમાં મળી જાય છે. સિંધુ મહાનદીના ઉદ્દગમ અને સંગમ સ્થાન પર તેનો પ્રવાહવિસ્તાર ભરતક્ષેત્રવર્તી સિંધુ મહાનદી જેટલો છે. તે બે વનખંડોથી ઘેરાયેલી છે. ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ છે. १२० कहि णं भंते ! उत्तरड्डकच्छविजए उसभकूडे णामं पव्वए पण्णत्ते ?
गोयमा ! सिंधुकुंडस्स पुरथिमेणं, गंगाकुंडस्स पच्चत्थिमेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणिल्ले णितंबे, एत्थ णं उत्तरड्डकच्छविजए उसहकूडे णाम पव्वए पण्णत्ते । अट्ठ जोयणाई उड्ढे उच्चत्तेणं, तं चेव पमाणं जाव रायहाणी । भावार्थ :- प्रश्न- हे मावन् ! उत्तरा ४२७ वि४यमा *५(मयूट नमनो पति या छ ?
ઉત્તર- હે ગૌતમ! ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં સિંધુકંડની પૂર્વમાં, ગંગાકુંડની પશ્ચિમમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણવર્તી તળેટીમાં ઋષભકૂટ નામનો પર્વત આવેલો છે. તે આઠ યોજન ઊંચો છે. તેનું પ્રમાણ, વિસ્તાર યાવત્ રાજધાની સુધીનું વર્ણન પૂર્વવત્ છે. १२१ कहि णं भंते ! उत्तरडकच्छ विजए गंगाकुंडे णामं कुंडे पण्णत्ते? ___ गोयमा !चित्तकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, उसहकूडस्स पव्वयस्स पुरथिमेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणिल्ले णितंबे, एत्थ णं उत्तरड्डकच्छविजए गंगाकुंडे णामं कुंडे पण्णत्ते- सर्टि जोयणाई आयामविक्खंभेणं तहेव जहा सिंधू जाव वणसंडेण य संपरिक्खित्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ગંગાકુંડ નામનો કુંડ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! ઉત્તરાર્ધ કચ્છમાં ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં, ઋષભકૂટ પર્વતની પૂર્વમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણી તળેટીમાં ગંગાકુંડ નામનો કંડ છે, તે યોજન લાંબો પહોળો છે. તે એક વનખંડથી ઘેરાયેલો છે. અહીં સુધીનું શેષ વર્ણન સિંધુકુંડ જેવું છે. १२२ से केणटेणं भंते । एवं वुच्चइ कच्छे विजए, कच्छे विजए ?
गोयमा ! कच्छे विजए वेयड्डस्स पव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए