________________
ચોથો વક્ષસ્કાર
|
११ ।
११७ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेह वासे उत्तरडकच्छे णामं विजए पण्णते?
गोयमा ! वेयड्डस्स पव्वयस्स उत्तरेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, चित्तकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे उत्तरड कच्छे णामं विजए पण्णत्ते जाव सिज्झंति, तहेव णेयव्वं सव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપના મહાવિદેહક્ષેત્રમાં ઉત્તરાર્ધ કચ્છ નામની વિજય ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વૈતાદ્યપર્વતની ઉત્તરમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, માલ્યવાન વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં અને ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં, ઉત્તરાર્ધ કચ્છ નામની વિજય છે. યાવત્ તે જીવો સિદ્ધ થાય છે ત્યાં સુધીનું વર્ણન પૂર્વવત્ છે. ११८ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे उत्तरड्डकच्छे विजए सिंधुकुंडे णामं कुंडे पण्णत्ते? ___ गोयमा ! मालवंतस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, उसभकूडस्स पच्चत्थि मेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणिल्ले णितंबे, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे उत्तरङ्डकच्छविजए सिंधुकुंडे णामं कुंडे पण्णत्ते- सद्धिं जोयणाणि आयामविक्खंभेणं जाव भवणं अट्ठो रायहाणी य णेयव्वा, भरहसिंधुकुंडसरिसं सव्वं णेयव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં સિંધુકુંડ નામનો दुध्यां छ?
ઉત્તર- હે ગૌતમ! માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, ઋષભકૂટની પશ્ચિમમાં, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી વિભાગની સમીપમાં (દક્ષિણી તળેટીમાં) સિંધુકંડ છે, તે સાઠ યોજન લાંબો-પહોળો છે. ભવન, રાજધાની આદિનું સંપૂર્ણ વર્ણન ભરત ક્ષેત્રવર્તી સિંધુકુંડ જેવું છે. ११९ तस्स णं सिंधुकुंडस्स दाहिणिल्लेणं तोरणेणं सिंधुमहाणई पवूढा समाणी उत्तरडकच्छविजयं एज्जेमाणी-एज्जेमाणी सत्तहिं सलिलासहस्सेहिं आपूरेमाणीआपूरेमाणी अहे तिमिसगुहाए वेयड्डपव्वयंदालयित्ता दाहिणड्डकच्छविजयं एज्जेमाणीएज्जेमाणी चोइसहिं सलिलासहस्सेहिं समग्गा दाहिणेणं सीयं महाणइं समप्पेइ ।