________________
૩૧૦ ]
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
गोयमा ! दाहिणड्डकच्छविजयस्स उत्तरेणं, उत्तरड्डकच्छस्स दाहिणेणं, चित्तकूडस्स पच्चत्थिमेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं कच्छे विजए वेयड्डे णामंपव्वए पण्णत्ते ! तंजहा- पाईणपडीणायए, उदीणदाहिणवित्थिण्णे, दुहा वक्खारपव्वए पुढे पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं वक्खारपव्वयं पुढे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चस्थिमिल्लं वक्खारपव्वयं पुढे । भरहवेयड्डसरिसए णवरं दो बाहाओ जीवा धणुपुटुं च ण कायव्वं ! विजयविक्खंभ सरिसे आयामेणं! विक्खंभो, उच्चत्तं, उव्वेहो, विज्जाहरआभिओगसेढीओ तहेव, णवरं पणपण्णंपणपण्णं विज्जाहर-णगरावासा पण्णत्ता । आभिओगसेढीए उत्तरिल्लाओ सेढीओ सीयाए ईसाणस्स सेसाओ सक्कस्स । कूडा
सिद्धे कच्छे खंडग, माणी वेयड्ड पुण्ण तिमिसगुहा ।
कच्छे वेसमणे वा, वेयड्ढे होति कूडाई ॥१॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપના મહાવિદેહક્ષેત્રની કચ્છ નામની વિજયમાં, વૈતાઢય નામનો પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! કચ્છ નામની વિજયમાં દક્ષિણાર્ધ કચ્છ વિજયની ઉત્તરમાં, ઉત્તરાર્ધ કચ્છવિજયની દક્ષિણમાં, ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં વૈતાઢય નામનો પર્વત છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો છે, ઉત્તર દક્ષિણ પહોળો છે. તે બંને બાજુથી વક્ષસ્કાર પર્વતનો સ્પર્શ કરે છે, પૂર્વી કિનારેથી તે ચિત્રકૂટ નામના વક્ષસ્કાર પર્વતને અને પશ્ચિમી કિનારેથી માલ્યવાન નામના ગજદંતા વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે. તે ભરતક્ષેત્રવર્તી વૈતાઢય પર્વત જેવો છે. પરંતુ અહીં વિશેષતા એ છે કે આ વૈતાઢય પર્વત અવક્રક્ષેત્રવર્તી-અગોળાકાર ક્ષેત્રમાં હોવાથી તેને બાહા, જીવા, ધનુ:પૃષ્ઠ આ ત્રણ નથી. આ વૈતાઢય પર્વતની લંબાઈ કચ્છાદિ વિજયની પહોળાઈ જેટલી સમાન છે અને તેની પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, ભરતક્ષેત્રના વૈતાઢય પર્વત જેટલી જ છે.
તેમાં વિદ્યાધર અને આભિયોગિક શ્રેણીઓ પણ ભરતક્ષેત્રની શ્રેણી જેવી જ છે. તેમાં વિશેષતા એ છે કે આ શ્રેણીઓમાં ઉત્તર-દક્ષિણ બંને વિદ્યાધર શ્રેણીમાં ૫૫-૫૫ નગરો છે અને આભિયોગિક શ્રેણીમાં ઈશાનેન્દ્રના આભિયોગિકદેવ વસે છે. સીતા નદીની ઉત્તરની વિજયોની આભિયોગિક શ્રેણીઓ ઈશાનેન્દ્રની છે અને સીતા મહાનદીની દક્ષિણની વિજયોની અભિયોગિક શ્રેણીઓ શક્રેન્દ્રની છે.
આ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ આ પ્રમાણે છે
(૧) સિદ્ધાયતન કૂટ, (૨) દક્ષિણાર્ધ કચ્છ કૂટ, (૩) ખંડપ્રપાત ગુફા કૂટ, (૪) માણિભદ્ર કૂટ, (૫) વૈતાઢયકૂટ, (૬) પૂર્ણભદ્ર કૂટ, (૭) તિમિસગુફા કૂટ, () ઉત્તરાર્ધ કચ્છ કૂટ, (૯) વૈશ્રમણ કૂટ.