________________
ચોથો વક્ષસ્કાર
| २८५
| ९० कहि णं भंते ! उत्तरकुराए णीलवंतबहे णामं दहे पण्णत्ते ?
गोयमा ! जमगाणं दाहिणिल्लाओ चरिमंत्ताओ अट्ठसए चोत्तीसे चत्तारि य सत्तभाए जोयणस्स अबाहाए सीयाए महाणईए बहुमज्झदेसभाए एत्थणं णीलवंतद्दहे णामं दहे पण्णत्ते-दाहिण-उत्तरायए, पाईणपडीणवित्थिण्णे जहेव पउमद्दहे तहेव वण्णओ णेयव्वो, णाणत्तं-दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ते, णीलवंते णामं णागकुमारे देवे, सेसं तं चेव णेयव्वं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉત્તરકુરુમાં નીલવાન દ્રહ નામનો દ્રહ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! યમક પર્વતોના દક્ષિણી કિનારાથી(ચરમાંતથી) દક્ષિણ દિશામાં આઠસો ચોત્રીસ યોજના અને ચાર સપ્તમાંશ (૮૩૪ ઝું) યોજન દુર સીતા મહાનદીની બરાબર મધ્યમાં નીલવાન નામનો દ્રહ છે. તે દક્ષિણઉત્તર લાંબો અને પૂર્વપશ્ચિમ પહોળો છે. તેનું વર્ણન પદ્મદ્રહની સમાન છે. તેમાં વિશેષતા એ છે કે– નીલવાન દ્રહ બે પદ્મવરવેદિકાઓથી અને બે વનખંડોથી પરિવેષ્ટિત છે. ત્યાં નીલવાન નામના નાગકુમાર દેવ નિવાસ કરે છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. |९१ णीलवंतद्दहस्स पुव्वावरे पासे दस-दस जोयणाई अबाहाए, एत्थ णं वीसं कंचणगपव्वया पण्णत्ता एगं जोयणसयं उट्टुं उच्चत्तेणं
मूलंमि जोयणसयं, पण्णत्तरि जोयणाई मज्झमि । उवरितले कंचणगा, पण्णासं जोयणा हुंति ॥१॥ मूलंमि तिण्णि सोले, सत्तत्तीसाइं दुण्णि मज्झमि । अट्ठावण्णं च सयं, उवरितले परिरओ होइ ॥२॥ पढमित्थ णीलवंतो, बिइओ उत्तरकुरू मुणेयव्यो । चंदद्दहोत्थ तइओ, एरावय, मालवंतो य ॥३॥
एवं वण्णओ, अट्ठो पमाणं पलिओवमट्ठिइया देवा । ભાવાર્થ :- નીલવાન દ્રહની પૂર્વપશ્ચિમ બાજુએ દશ દશ યોજન દૂર વીસ કાંચનક પર્વત છે. તે સો યોજન ઊંચા છે.
ગાથાર્થ-તે કાંચનક પર્વતનો વિસ્તાર મૂળમાં સો યોજન, મધ્યમાં ૭૫ યોજન અને ઉપર પચાસ યોજન છે. ૧તેની પરિધિ મૂળમાં ત્રણસો સોળ(૩૧૬) યોજન, મધ્યમાં બસો સાડત્રીસ(૨૩૭) યોજન અને ઉપર એકસો અઠાવન(૧૫૮) યોજન છે તારા પહેલું નીલવાન, બીજું ઉત્તરકુરુ, ત્રીજું ચંદ્ર, ચોથું ઐરાવત અને પાંચમું માલ્યવાન, આ પાંચ દ્રહ છે. I