________________
[ ૨૮૪]
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પૂર્વપશ્ચિમ લાંબુ અને ઉત્તરદક્ષિણ પહોળું છે, પલંગના આકારે લંબચોરસ છે. તે બે બાજાથી લવણસમુદ્રનો સ્પર્શ કરે છે, પૂર્વી કિનારેથી તે પૂર્વી લવણસમુદ્રને અને પશ્ચિમી કિનારેથી પશ્ચિમી લવણસમુદ્રને સ્પર્શે છે.
તે મહાવિદેહ ક્ષેત્ર તેત્રીસ હજાર છસો ચોર્યાસી યોજના અને ચાર કળા(૩૩,૬૮૪ યો.) પહોળું છે. તેની પૂર્વ-પશ્ચિમવર્તી બાહા તેત્રીસ હજાર સાતસો સડસઠ યોજન અને સાત(૩૩,૭૬૭યો.) કળા છે. તેની પૂર્વ-પશ્ચિમવર્તી, મધ્યભાગમાં રહેલી જીવા એક લાખ (૧,00,000) યોજન છે.
તેની ઉત્તરવર્તી અને દક્ષિણવર્તી બંને ધનુપૃષ્ઠની પરિધિ સાધિક એક લાખ અઠ્ઠાવન હજાર એકસો તેર યોજન અને સોળ કળા(૧,૫૮,૧૧૩ ૧૮ યો.) છે. |७५ महाविदेहे णं वासे चउव्विहे चउप्पडोयारे पण्णत्ते, तं जहा- पुव्वविदेहे, अवरविदेहे, देवकुरा, उत्तरकुरा । ભાવાર્થ:- તે મહાવિદેહક્ષેત્રના ચાર ભાગ છે– (૧) પૂર્વવિદેહ, (૨) પશ્ચિમવિદેહ, (૩) દેવકુરુ અને (૪) ઉત્તરકુરુ. ७६ महाविदेहस्स णं भंते ! वासस्स केरिसए आयारभावपडोयारे पण्णत्ते?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जावकित्तिमेहिं चेव अकित्तिमेहिं વેવ I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! મહાવિદેહ ક્ષેત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! તેનો ભૂમિભાગ ઘણો સમતલ અને રમણીય છે. વાવ તે અનેક પ્રકારના કૃત્રિમ-કોઈ વ્યક્તિએ બનાવેલાં હોય તેવાં અને અકૃત્રિમ-સ્વાભાવિક પંચરંગી રત્નોથી અને તૃણોથી સુશોભિત છે. ७७ महाविदेहे णं भंते ! वासे मणुयाणं केरिसए आयारभावपडोयारे पण्णते?
गोयमा ! तेसि णं मणुयाणं छविहे संघयणे, छविहे संठाणे, पंचधणुसयाई उड्ढे उच्चत्तेणं, जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं पुव्वकोडी आउयं पालेति, पालेत्ता अप्पेगइया णिरयगामी, अप्पेगइया तिरियगामी, अप्पेगइया मणुयगामी, अप्पेगइया देवगामी, अप्पेगइया सिझंति जाव अंतं करेंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! મહાવિદેહક્ષેત્રના મનુષ્યોનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– હે ગૌતમ! તે મનુષ્યોને છ સંહનન અને છ સંસ્થાન હોય છે. તેઓની ઊંચાઈ ૫૦૦ ધનુષ્યની હોય છે. તેઓનું ઓછામાં ઓછું આયુષ્ય અંતર્મુહૂર્ત અને વધુમાં વધુ આયુષ્ય એક પૂર્વ ફ્રોડનું