________________
ચોથો વક્ષસ્કાર
૨૮૫
હોય છે. આયુષ્ય પૂર્ણ કરી કેટલાક જીવો નરકગતિમાં, કેટલાક જીવો તિર્યંચ ગતિમાં, કેટલાક જીવો મનુષ્ય ગતિમાં, કેટલાક દેવગતિમાં અને કેટલાક સર્વ દુ:ખનો અંત કરનાર સિદ્ધ થાય છે.
७८ सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ महाविदेहे वासे, महाविदेहे वासे ?
गोयमा ! महाविदेहे णं वासे भरहेरवय- हेमवयहेरण्णवय- हरिवासरम्मग वासेहिंतो आयामविक्खंभ-संठाणपरिणाहेणं वित्थिण्णतराए चेव विपुलतराए चेव महंततराए चेव सुप्पमाणतराए चेव । महाविदेहा य इत्थ मणूसा परिवसंति, महाविदेहे य इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्ठिइए परिवसइ । से तेणट्टेणं ગોયમા! વં વુન્નરૂ- મહાવિવેદે વાસે, મહાવિવેદે વાલે ।
अदुत्तरं च णं गोयमा ! महाविदेहस्स वासस्स सासए णामधेज्जे पण्णत्ते, जं ण कयाइ णासि जाव णिच्चं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહાવિદેહક્ષેત્રને મહાવિદેહ ક્ષેત્ર કહેવાનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! ભરતક્ષેત્ર, ઐરવતક્ષેત્ર, હેમવતક્ષેત્ર, હૈરણ્યવતક્ષેત્ર, હરિવર્ષક્ષેત્ર અને રમ્યક્ષેત્રની અપેક્ષાએ મહાવિદેહક્ષેત્ર લંબાઈ, પહોળાઈ, આકાર અને પરિધિ અત્યંત વિસ્તીર્ણ છે. તે અતિ વિપુલ, અતિ વિશાળ અને અતિ મોટા પ્રમાણવાળું છે. મહા વિશાળ દેહવાળા મનુષ્ય તેમાં નિવાસ કરે છે. પરમઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા મહાવિદેહ નામના દેવ તેમાં નિવાસ કરે છે. હે ગૌતમ! તેથી તે ક્ષેત્રને મહાવિદેહક્ષેત્ર કહે છે અથવા હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્ર તે નામ શાશ્વત છે. તે ક્યારેય નાશ પામ્યું નથી અને ક્યારે ય નાશ પામશે નહીં, તે અવસ્થિત અને નિત્ય છે.
વિવેચન :
નીલવાન વર્ષધર પર્વત અને નિષધ વર્ષધર પર્વતની વચ્ચે મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. તે નિષધ પર્વતથી બમણા વિસ્તારવાળું છે.
મહાવિદેહ નામ હેતુ ઃ– મહાવિદેહ નામના ચાર કારણ છે– (૧) મહા એટલે મોટું. જંબુદ્રીપના સર્વક્ષેત્રમાં આ ક્ષેત્ર મોટું હોવાથી તેને મહાવિદેહ કહે છે. (૨) મહા = મહાન, વિ = વિશાળ, દેહ = શરીર. આ ક્ષેત્રના મનુષ્યો સૌથી મોટા-વિશાળ શરીરને ધારણ કરનારા છે. મહાવિદેહ ક્ષેત્રના એક વિભાગ રૂપ દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રના મનુષ્યોની ઊંચાઈ ૩ ગાઉની છે. ભરત અને ઐરવત ક્ષેત્રમાં ત્રણ ગાઉની અવગાહનાવાળા મનુષ્યો હોય છે પરંતુ તે ઉત્સર્પિણીકાલના છઠ્ઠા આરામાં અને અવસર્પિણીના પ્રથમ આરામાં અર્થાત્ સુષમ સુષમકાલમાં જ હોય છે જ્યારે અહીં હંમેશાં ૩ ગાઉના શરીરવાળા મનુષ્ય હોય છે. પૂર્વ અને અપર મહાવિદેહ ક્ષેત્રમાં ૫૦૦ ધનુષ્યની કાયાવાળા મનુષ્યો હોય છે. (૩) મહાવિદેહ નામના દેવ આ ક્ષેત્રના અધિષ્ઠાયક હોવાથી તે મહાવિદેહ કહેવાય છે. અથવા (૪) આ તેનું શાશ્વતું નામ છે.