________________
૨૭૪ ]
શ્રી જેબલીપ પ્રાપ્તિ સૂત્ર
અને તૃણોથી સુશોભિત છે. તે મણિઓ અને તૃણોના વર્ણ, ગંધ, સ્પર્શ અને શબ્દ પૂર્વવત્ જાણવાં. હરિવર્ષ ક્ષેત્રમાં ઠેકઠેકાણે નાની નાની વાવડીઓ આદિ છે. આ ક્ષેત્રમાં અવસર્પિણીકાળના સુષમા નામના બીજા આરાના ભાવ જેવા ભાવ હંમેશાં વર્તે છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. ६१ कहि णं भंते! हरिवासे वासे वियडावई णामं वट्टवेयड्डपव्वए पण्णत्ते ?
गोयमा ! हरीए महाणईए पच्चत्थिमेणं, हरिकंताए महाणईए पुरथिमेणं, हरिवासस्स बहुमज्झदेसभाए एत्थ णं वियडावई णामं वट्टवेयड्डपव्वए पण्णत्ते। एवं जो चेव सद्दावाइस्स विक्खंभुच्चत्तुव्वेह-परिक्खेवसंठाण-वण्णावासो य सो चेव वियडावइस्सवि भाणियव्वो । णवरं अरुणो देवो, पउमाइं जाव वियडावाइવણા મારું !
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! હરિવર્ષક્ષેત્રમાં વિકટાપાતી નામનો વૃત્તવૈતાઢયપર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! હરિ અથવા હરિસલિલા નામની મહાનદીની પશ્ચિમમાં, હરિકતા મહાનદીની પૂર્વમાં, હરિવર્ષ ક્ષેત્રની બરાબર મધ્યમાં વિટાપાતી નામનો વૃત્તવૈતાઢય પર્વત છે. વિકટાપાતી વૃત વૈતાઢય પર્વતની પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, પરિધિ, આકાર વગેરે શબ્દાપાતી વૃત્ત વૈતાઢય પર્વત પ્રમાણે છે. તેમાં વિશેષતા એ છે કે વિકટાપાતી વૃત્ત વૈતાઢય પર્વતના અધિષ્ઠાતા અરૂણ દેવ છે. પદ્માદિ સર્વેના વર્ણ, આકાર, પ્રભા વિકટાપાતી વૃત્તિ વૈતાઢ્ય પર્વતની સમાન છે. ६२ से केणटेणं भंते ! एवं वुच्चइ-हरिवासे वासे, हरिवासे वासे ?
गोयमा ! हरिवासे णं वासे मणुया अरुणा, अरुणोभासा, सेया णं संखदलसण्णिकासा; हरिवासे य इत्थ देवे महिड्डिए जाव पलिओवमट्ठिईए परिवसइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હરિવર્ષ ક્ષેત્રને હરિવર્ષ ક્ષેત્ર કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! હરિવર્ષ ક્ષેત્રમાં મનુષ્ય રક્તવર્ણવાળા છે, રક્તપ્રભાવાળા છે, કેટલાક શંખ જેવા શ્વેત છે અને શ્વેતપ્રભાવાળા છે. ત્યાં પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમની સ્થિતિવાળા હરિવર્ષ નામના દેવ નિવાસ કરે છે. હે ગૌતમ! તે કારણથી, તે ક્ષેત્ર હરિવર્ષ કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં હરિવર્ષ ક્ષેત્રનું વર્ણન છે. હરિવર્ષ ક્ષેત્ર-અકર્મભૂમિ - આ ક્ષેત્ર યુગલિક ક્ષેત્ર છે. અહીં હંમેશાં 'સુષમ' નામના બીજા આરાના