________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
विभयमाणी अट्ठावीसाए सलिलासहस्सेहिं समग्गा अहे जगई दालइत्ता पुरत्थिमेणं लवणसमुद्दं समप्पेइ | रोहिया णं जहा रोहियंसा तहा पवाहे य मुहे य भाणियव्वा जाव संपरिक्खित्ता ।
૨૮
ભાવાર્થ :- તે રોહિતપ્રપાતકુંડના દક્ષિણી તોરણથી રોહિતા મહાનદી પ્રવાહિત થઈ, હેમવતક્ષેત્રમાં વહેતી-વહેતી શબ્દાપાતી વૃત્ત વૈતાઢય પર્વત અર્ધો યોજન(૨ ગાઉ) દૂર હોય ત્યાંથી વળાંક લઈને હેમવતક્ષેત્રના બે ભાગ કરતી પૂર્વાભિમુખ વહે છે. તેમાં મળતી ૨૮,૦૦૦ નદીઓથી પરિપૂર્ણ થઈને, જંબુદ્રીપની જગતીને નીચેથી ભેદીને, પૂર્વ લવણસમુદ્રમાં મળે છે. રોહિતા મહાનદીના ઉદ્ગમ, સંગમ આદિ સંબંધી સંપૂર્ણ વર્ણન રોહિતાંશા મહાનદીની સમાન છે.
५१ तस्स णं महापउमद्दहस्स उत्तरिल्लेणं तोरणेणं हरिकंता महाणई पवूढा समाणी सोलस पंचुत्तरे जोयणसए पंच य एगूणवीसइभाए जोयणस्स उत्तराभिमुही पव्वएणं गंता महया घडमुहपवत्तिएणं मुत्तावलिहारसंठिएणं, साइरेगदुजोयणसइएणं पवाएणं
પવર ।
ભાવાર્થ :- તે મહાપદ્મદ્રહના ઉત્તરી તોરણથી હરિકતા નામની મહાનદી પ્રવાહિત થઈ, પર્વત ઉપર ઉત્તરાભિમુખ એક હજાર છસો પાંચ યોજન અને પાંચ કળા[૧,૬૦૫૯ યો.] વહે છે પછી મોટા ઘડાના મુખમાંથી નીકળતા પાણીના પ્રવાહની જેમ તે હરિકતા મહાનદી સાધિક ૨૦૦ યોજન ઉપરથી ધોધરૂપે મુક્તાવલી હારના આકારે નીચે પડે છે.
|५२ हरिकंता महाणई जओ पवडइ, एत्थ णं महं एगा जिब्भिया पण्णत्ता । दो जोयणाइं आयामेणं, पणवीसं जोयणाइं विक्खंभेणं, अद्धं जोयणं बाहल्लेणं, मगरमुहविउट्ट-संठाणसंठिया, सव्ववइरामई अच्छा सण्हा जाव पडिरूवा ।
ભાવાર્થ :- હરિકતા મહાનદી પર્વતના જે સ્થાન ઉપરથી નીચે પડે છે, ત્યાં એક વિશાળ જિલ્લકા-પ્રનાલી છે. તે બે યોજન લાંબી, પચીસ યોજન પહોળી, અર્ધો યોજન(૨ ગાઉ) જાડી છે. તેનો આકાર મગરમચ્છના ખુલ્લા મુખના આકાર જેવો છે. તે સંપૂર્ણ વજમય સ્વચ્છ અને સ્નિગ્ધ છે યાવત્ મનોહર છે.
५३ हरिकंता णं महाणई जहिं पवडइ, एत्थ णं महं एगे हरिकंतप्पवायकुंडे णामं कुंडे पण्णत्ते- दोण्णि च चत्ताले जोयणसए आयामविक्खंभेणं, सत्तअउणट्टे जोयणसए परिक्खेवेणं, अच्छे एवं कुण्डवत्तव्वया सव्वा णेयव्वा जाव तोरणा ।
ભાવાર્થ :- હરિકતા મહાનદી નીચે હરિવર્ષ ક્ષેત્રમાં જ્યાં પડે છે, ત્યાં એક મોટો હરિકતપ્રપાત નામનો કુંડ છે, તે બસો ચાલીસ(૨૪૦) યોજન લાંબો-પહોળો, સાતસો ઓગણસાઠ(૭૫૯) યોજનની પરિધિ