________________
ચોથો વક્ષસ્કાર
૨૬૯
વાળો છે. તે નિર્મળ છે યાવત તોરણ સુધીનું કુંડનું સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું. ५४ तस्सणं हरिकंतप्पवायकुण्डस्स बहुमज्झदेसभाए, एत्थणं महं एगे हरिकंतदीवे णामंदीवे पण्णत्ते-बत्तीसंजोयणाई आयामविक्खंभेणं, एगुत्तरंजोयणसयंपरिक्खेवेणं, दो कोसे ऊसिए जलंताओ, सव्वरयणामए, अच्छे, वण्णओ भाणियव्यो । ભાવાર્થ – હરિકતપ્રપાતકુંડની બરાબર મધ્યમાં હરિકતદ્વીપ નામનો એક વિશાળ દ્વીપ છે. તે કરી યોજન લાંબો પહોળો છે. તેની પરિધિ ૧૦૧ યોજન છે, તે પાણીની ઉપર બે ગાઉ ઊંચો છે. તે સંપૂર્ણ રત્નમય અને સ્વચ્છ છે. શેષ સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું.
५५ तस्स णं हरिकंतप्पवायकुण्डस्स उत्तरिल्लेणं तोरणेणं हरिकंता महाणई पवूढा समाणी हरिवासं वासं एज्जेमाणी-एज्जेमाणी वियडावाई वट्टवेयहूं जोयणेणं असंपत्ता पच्चत्थाभिमुही आवत्ता समाणी हरिवासं दुहा विभयमाणी-विभयमाणी छप्पण्णाए सलिलासहस्सेहिं समग्गा अहे जगई दलइत्ता पच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ । ભાવાર્થ :- હરિવંત પ્રપાતકંડના ઊત્તરી તોરણથી હરિકતા મહાનદી પ્રવાહિત થઈને હરિવર્ષ ક્ષેત્રમાં વહે છે. વિટાપાતી વત્તવૈતાઢયપર્વત એક યોજન દૂર હોય ત્યાંથી તે પશ્ચિમાભિમુખ વળાંક લે છે અને હરિવર્ષક્ષેત્રના બે ભાગ કરતી વહે છે. તેમાં મળેલી ૫૬,૦૦૦ નદીઓથી પરિપૂર્ણ થઈને તે હરિકતા નદી જંબુદ્વીપની જગતીને નીચેથી ભેદીને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે.
५६ हरिकता णं महाणई पवहे पणवीसं जोयणाई विक्खम्भेणं, अद्धजोयणं उव्वेहेणं। तयाणंतरं च णं मायाए-मायाए परिवड्डमाणी-परिवड्डमाणी मुहमूले अड्डाइज्जाइं जोयणसयाई विक्खम्भेणं, पंच जोयणाई उव्वेहेणं । उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ता । ભાવાર્થ - હરિકતા મહાનદીનો પ્રવાહ ઉદ્ગમ સ્થાન પાસે ૨૫ યોજન પહોળો અને અર્ધયોજન ઊંડો છે અને ત્યારપછી ક્રમશઃ વધતા-વધતાં સમુદ્રમાં મળે તે સંગમ સ્થાન પાસે તેની પહોળાઈ ૨૫૦ યોજન અને ઊંડાઈ પાંચ યોજનાની હોય છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં મહાહિમવંત પર્વત ઉપરથી પ્રવાહિત થતી રોહિતા અને હરિકતા, આ બે મહા નદીઓનું વર્ણન છે.