________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
पच्चत्थाभिमुही आवत्ता समाणी हेमवयं वासं दुहा विभयमाणी - विभयमाणी अट्ठावीसाए सलिला-सहस्सेहिं समग्गा अहे जगईं दालइत्ता पच्चत्थिमेणं लवणसमुद्द समप्पेइ । रोहियंसा णं महाणई पवहे अद्धतेरसजोयणाइं विक्खंभेणं, कोसं उव्वेहेणं, तयाणंतरं च णं मायाए-मायाए परिवड्ढमाणी- परिवड्ढमाणी मुहमूले पणवीसं जोयणसयं विक्खंभेणं, अड्डाइज्जाइं जोयणाई उव्वेहेणं, उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ता ।
૨૫૨
ભાવાર્થ :– તે રાહિતાંશા પ્રપાતકુંડના ઉત્તરી તોરણથી રોહિતાંશા મહાનદી પ્રવાહિત થઈને હેમવંતક્ષેત્ર તરફ ઉત્તરાભિમુખ વહે છે, ત્યાં તેને ચૌદ હજાર નદીઓ મળે છે. તેનાથી ભરપૂર થતી શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વત અર્ધો યોજન દૂર હોય ત્યારે તે વળાંક લઈને પશ્ચિમ તરફ વહે છે. તે હેમવતક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરતી આગળ વધે છે; ત્યાર પછી તેને અન્ય ૧૪,૦૦૦ નદીઓ મળે છે, આ રીતે કુલ અઠ્યાવીસ હજાર(૨૮,૦૦૦) નદીઓને પોતાનામાં સમાવીને જગતીને નીચેથી ભેદીને પશ્ચિમ દિશાવર્તી લવણસમુદ્રમાં મળી જાય છે.
રોહિતાંશા મહાનદી જ્યાંથી નીકળે છે ત્યાં તેનો વિસ્તાર સાડા બાર યોજન અને ઊંડાઈ એક ગાઉ છે ત્યાર પછી ક્રમશઃ તેની પહોળાઈ વધતાં વધતાં સમુદ્રમાં મળવાના સ્થાને એકસો પચીસ યોજન[૧૨૫ યો.] અને ઊંડાઈ અઢી યોજન હોય છે. તેની બંને બાજુ બે પદ્મવર વેદિકાઓ અને બે વનખંડો છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચુલ્લહિમવંત પર્વત પરથી પ્રવાહિત થતી ગંગા, સિંધુ અને રોહિતાંશા, આ ત્રણ મહાનદીઓનું વર્ણન છે. હજારો અન્ય નદીઓ તેમાં મળતી હોવાથી તે મહાનદી કહેવાય છે, ચૂલ્લહિમવંત પર્વતની મધ્યગત પદ્મદ્રહના ક્રમશઃ પૂર્વી, પશ્ચિમી અને ઉત્તરી દ્વારથી આ ત્રણે નદી પ્રવાહિત થાય છે.
ધોધરૂપે પડતી નદીઓની જીવિકા
પદ્મદ્રહ અને પુંડરિક દ્રહમાંથી નીકળતી ત્રણ નદીઓ
એ વૃત્તવૈતાઢ્ય
યુગલિક ક્ષેત્ર
પ્રપાતકુંડ
કે પાના-પંડરિકતા
ભરત—ઐરવત ક્ષેત્ર
je/
જીહિકા– પર્વતના જે સ્થાનેથી નદી ધોધરૂપે નીચે પડે, તે સ્થાને એક નાલી-પ્રનાલી હોય છે. તેના દ્વારા પાણી નીચે પડે છે. તે પ્રનાલી જીભના આકારે હોવાથી તેને જીવિકા કહે છે.