________________
| ૨૫૦ ]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ભરતક્ષેત્રમાં વહે છે ત્યારે તેમાં બીજી સાત હજાર નદીઓ મળે છે. દક્ષિણાર્ધ ભરતની બરાબર મધ્યમાં પહોંચી તે પૂર્વ તરફ વળે છે અને સર્વ મળી ચૌદ હજાર નદીઓના પરિવાર સાથે તે ગંગા મહાનદી જબૂદ્વીપની જગતને ભેદીને પૂર્વદિશાવર્તી લવણસમુદ્રમાં મળે છે. २३ गंगा णं महाणई पवहे छ सकोसाइं जोयणाई विक्खंभेणं अद्धकोसं उव्वेहेणं। तयणंतरं च णं मायाए-मायाए परिवड्डमाणी-परिवड्डमाणी मुहे बासढि जोयणाई अड्डजोयणं च विक्खंभेणं, सकोसं जोयणं उव्वेहेणं । उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं, दोहिं वणसंडेहिं संपरिक्खित्ता । वेइयावणसंडवण्णओ भाणियव्वो । ભાવાર્થ - ઉદ્ગમ સ્થાન પાસે ગંગા મહાનદીનો પ્રવાહ સવા છ યોજન પહોળો અને અર્ધા ગાઉ ઊંડો હોય છે. ત્યારપછી ક્રમશઃ તેના પ્રવાહની પહોળાઈ વધતાં-વધતાં સમુદ્રમાં મળે છે, ત્યાં તેની પહોળાઈ સાડા બાસઠ યોજન અને ઊંડાઈ સેવા યોજન હોય છે. તે નદીની બંને તરફ બે પાવરવેદિકા અને બે વનખંડો છે. વેદિકાઓ અને વનખંડોનું વર્ણન પૂર્વવત્ વિક્ષ. ૧ પ્રમાણેjજાણવું.
२४ एवं सिंधूए वि णेयव्वं जाव तस्स णं पउमद्दहस्स पच्चत्थिमिल्लेणं तोरणेणं सिंधुआवत्तणकूडे दाहिणाभिमुही सिंधुप्पवायकुंडं, सिंधुद्दीवो अट्ठो सो चेव जाव अहे तिमिसगुहाए वेयड्डपव्वयं दालइत्ता पच्चत्थिमाभिमुही आवत्ता समाणी चोइससलिला सहस्सेहिं समग्गा अहे जगई दालइत्ता पच्चत्थिमेणं लवणसमुई समप्पेइ, सेसं तं चेव । ભાવાર્થ :- સિંધુ મહાનદીનું વર્ણન ગંગાનદી જેવું જ જાણવું. અહીં વિશેષતા એ છે કે સિંધુ મહાનદી પદ્મદ્રહના પશ્ચિમ દિશાવર્તી તોરણથી નીકળે છે, પશ્ચિમ દિશા તરફ વહે છે, સિંધુ આવર્ત કૂટને આવરિત કરતી, વળાંક લઈને દક્ષિણાભિમુખ વહે છે. સિંધુ પ્રપાતકુંડ, સિંધુદ્વીપ આદિનું વર્ણન ગંગાપ્રપાતકુંડ, ગંગાદ્વીપ આદિની સમાન છે. તે તિમિસ ગુફાની નીચેથી વહેતી અર્થાતુ પશ્ચિમી દિવાલ નીચેથી પસાર થઈને વૈતાઢય પર્વતને ભેદીને દક્ષિણાર્ધ ભારતમાં વહેતી, તેની બરાબર મધ્યમાં પહોંચી પશ્ચિમ તરફ વળે છે. તેમાં મળેલી ચૌદ હજાર નદીઓ સાથે તે જગતીને ભેદીને પશ્ચિમી લવણસમુદ્રને મળે છે. શેષ સંપૂર્ણ વર્ણન ગંગા મહાનદી સમાન જાણવું. | २५ तस्स णं पउमद्दहस्स उत्तरिल्लेणं तोरणेणं रोहियंसा महाणई पवूढा समाणी दोण्णि छावत्तरे जोयणसए छच्च एगूणवीसइभाए जोयणस्स उत्तराभिमुही पव्वएणं गंता महया घडमुहपवत्तिएणं मुत्तावलिहारसंठिएणं साइरेगजोयणसइएणं पवाएणं પવઃ | ભાવાર્થ :- રોહિતાંશા મહાનદી પદ્મદ્રહના ઉત્તરી તોરણથી પ્રવાહિત થઈ, પર્વત ઉપર ઉત્તર દિશામાં