________________
ચોથો વક્ષસ્કાર
| २४९
સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ અને સુકોમળ છે. તે દ્વીપ એક પાવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલો છે. તે બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું. | २१ गंगादीवस्स णं दीवस्स उप्पि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । तस्स णं बहुमज्झदेसभाए एत्थ णं महं एगे गंगाए देवीए भवणे पण्णत्ते, कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसूणगं च कोसं उड्डे उच्चत्तेणं, अणेगखंभसयसण्णिविटे जाव बहुमज्झदेसभाए मणिपेढीयाए सयणिज्जे । से केणतुणं भंते! एवं वुच्चइ गंगा दीवे णामं दीवे ? गोयमा तत्थ तत्थ देसे-देसे तहि-तहिं बहुइं उप्पलाइं जाव सहस्सपत्ताइं गंगादीवप्पभाइं गंगादीवागाराइं गंगादीव-वण्णाई, गंगादीव-वण्णाभाइ गंगा य इत्थ देवी महिड्डीया जावपलिओवम ठिईया परिवसइ से तेणटेणं ! अदुत्तरं च णं जाव सासए णामधेज्जे पण्णत्ते ।
ભાવાર્થ :- ગંગાદ્વીપ ઉપર ઘણો સમતલ સુંદર ભૂમિભાગ છે. તેની બરાબર મધ્યમાં ગંગાદેવીનું વિશાળ ભવન છે. તે એક ગાઉ લાંબુ, અર્ધા ગાઉ પહોળું અને કંઈક ન્યૂન એક ગાઉ ઊંચું છે. તે ભવન સેંકડો થાંભલાઓ ઉપર સ્થિત છે; તેની બરાબર મધ્યમાં એક મણિપીઠિકા છે. તેના પર શય્યા છે.
પ્રશ્ન- હે ભગવન્! તે ગંગા દ્વીપને ગંગાદ્વીપ કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ગંગાદ્વીપમાં અનેક સ્થાને, ઘણાં ઉત્પલ કમળો યાવત્ લાખ પાંખડીવાળા કમળો છે. તે કમળો ગંગા દ્વીપ જેવી પ્રભાવાળા, આકારવાળા, વર્ણવાળા અને વર્ણ જેવી આભાવાળા છે. તે ગંગા દ્વીપમાં મહદ્ધિક યાવત પલ્યોપમની સ્થિતિવાળી ગંગાદેવી નામની દેવીનું આવાસસ્થાન છે તેથી તે દ્વીપ ગંગાદ્વીપ કહેવાય છે અથવા આ તેનું શાશ્વતું નામ છે.
२२ तस्स णं गंगप्पवायकुंडस्स दाहिणिल्लेणं तोरणेणं गंगामहाणई पवूढा समाणी उत्तरडभरहवासं एज्जमाणी-एज्जमाणी सत्तहिं ससिलासहस्सेहिं आउरेमाणी-आउरेमाणी अहे खंडप्पवायगुहाए वेयड्डपव्वयं दालइत्ता दाहिणड्डभरहवासं एज्जमाणी-एज्जमाणी दाहिणड्डभरहवासस्स बहुमज्झदेसभागं गंता पुरत्थाभिमुही सत्तहिं सलिलासहस्सेहिं आवत्ता समाणी चोदसहिं सलिलासहस्सेहिं समग्गा अहे जगई दालइत्ता पुरत्थिमेणं लवणसमुदं समप्पेइ । ભાવાર્થ - તે ગંગાપ્રપાત કંડના દક્ષિણી તોરણથી ગંગા મહાનદી પ્રવાહિત થઈને ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં વહે છે ત્યારે સાત હજાર નદીઓ તેમાં આવીને મળે છે. તે તેનાથી પરિપૂર્ણ થઈને ખંડ પ્રપાત ગુફાની નીચેથી અર્થાતુ પૂર્વી દિવાલની નીચેથી પસાર થઈને, વૈતાઢય પર્વતને ભેદતી(પાર કરતી) દક્ષિણાર્ધ