________________
૨૩૪
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
ચોથો વક્ષસ્કાર
પરિચય
ચોથા વક્ષસ્કારમાં જંબૂદ્વીપના ક્ષેત્રો, વર્ષધર પર્વતો, વૈતાઢય પર્વતો, પર્વતો પરના કૂટો, પર્વતો ઉપરના દ્રહો, દ્રહોમાંથી પ્રવાહિત થતી નદીઓ, વનો તથા મેરુ પર્વતનું વર્ણન છે.
છ વર્ષધર પર્વતો જંબૂદ્વીપને સાત ક્ષેત્રમાં વિભાજિત કરે છે.
વર્ષધર :– વર્ષ એટલે ક્ષેત્ર. ક્ષેત્રના વિભાજનને ધારણ કરે તે વર્ષધર. તે ચુલ્લહિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવાન, રુક્મિ અને શિખરી આ છ વર્ષધર પર્વતો છે.
આ પર્વતો ઉપર દ્રહ–સરોવર છે અને તેમાંથી કુલ ચૌદ મહાનદીઓ વહે છે અને જંબુદ્રીપના ભિન્ન ભિન્ન સાત ક્ષેત્રોમાં વહી સમુદ્રને મળે છે.
--
ક્ષેત્ર :– જંબુદ્રીપમાં દક્ષિણ દિશાથી શરૂ કરી ક્રમશઃ (૧) ભરત (૨) હેમવત (૩) હરિવર્ષ (૪) મહાવિદેહ (૫) રમ્યવર્ષ (૬) હેરણ્યવત્ (૭) બૈરવત, સાત ક્ષેત્ર આવેલા છે.
ઉત્તરકુરુ-દેવકુરુમાં સુષમસુષમા નામના પ્રથમ આરા જેવા ભાવો વર્તે છે.
હરિવર્ષ-રમ્યક્ વર્ષ ક્ષેત્રમાં સુષમા નામના બીજા આરા જેવા ભાવો વર્તે છે. હેમવત્-હેરણ્યવત્ ક્ષેત્રમાં સુષમદુષમા નામના ત્રીજા આરા જેવા ભાવો વર્તે છે. પૂર્વ-અપર મહાવિદેહ ક્ષેત્રમાં દુષમસુષમા નામના ચોથા આરા જેવા ભાવો વર્તે છે. ભરત-ઐરવતમાં છ એ છ આરાનું પરિવર્તન થયા કરે છે.
ક્ષેત્ર વિભાજક પર્વતો અને નદીઓ :– મહાવિદેહ ક્ષેત્રને વિભાજિત કરતાં પર્વતો વક્ષસ્કાર પર્વત કહેવાય છે. ચાર ગજદંતાકાર વક્ષસ્કાર પર્વત, ઉત્તરકુરુ ક્ષેત્ર અને દેવકુરુ ક્ષેત્રને મહાવિદેહ ક્ષેત્રથી ભિન્ન કરે છે. ૧૬ વક્ષસ્કાર પર્વતો તથા ૧૨ અંતર નદીઓ મહાવિદેહને ૩ર વિજયમાં વિભક્ત કરે છે.
ભરત, ઐરવત અને મહાવિદેહના ૩૨ વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત અને ગંગા, સિંધુ અથવા રક્તા, રક્તવતી નામની બે-બે નદીઓ છે. તે પર્વતો અને નદીઓ ૩૪ ક્ષેત્રને છ-છ ખંડમાં વિભાજિત કરે છે. પ્રત્યેક ક્ષેત્રના ચક્રવર્તી તે તે ક્ષેત્રના છ ખંડ પર વિજય મેળવે છે.
જંબૂવૃક્ષ :– ઉત્તરકુરુ ક્ષેત્રમાં જંબૂદ્રીપના અધિષ્ઠાતા અનાઇત દેવના નિવાસ સ્થાનરૂપ જંબૂવૃક્ષ નામનું પૃથ્વીકાયમય શાશ્વત વૃક્ષ છે. તેના નામ ઉપરથી આ દ્વીપ જંબૂદ્દીપ કહેવાય છે.