________________
ત્રીજો વક્ષસ્કાર
બનતા ગયા. તેના પરિણામો એટલા તીવ્ર બની ગયા કે તેનાં કર્મબંધન તૂટવાં લાગ્યાં. પરિણામોની પાવનધારા તીવ્ર—તીવ્રત૨—તીવ્રતમ થતી ગઈ. માત્ર અંતમુહૂર્તમાં પોતાના આ પવિત્ર, શુદ્ધ ભાવચારિત્ર દ્વારા ભરતે તે વિરાટ ઉપલબ્ધિ સ્વાધીન કરી લીધી. ચાર ઘાતિકર્મ ક્ષીણ થઈ ગયાં. ભરતરાજાનું જીવન કૈવલ્યથી દિવ્ય જ્યોતિમય બની ગયું.
૨૩૩
આ રીતે આગમ ગ્રંથો અને કથા ગ્રંથોના કથાનકમાં તફાવત છે. તેમ છતાં ભરત રાજાનું અરીસા ભવનમાં જવું, ત્યાં પોતાના પ્રતિબિંબ દર્શનના નિમિત્તથી અંતર્મુખ બનવું અને અરીસા ભવનમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવી, તે મુખ્ય વિષય બંનેમાં સમાન છે.
ભરતનું જીવન, જીવનની બે પરાકાષ્ઠાઓનું પ્રતીક છે, ચક્રવર્તીનું જીવન જ્યાં ભોગની પરાકાષ્ઠા છે, ત્યાં એકાએક પ્રાપ્ત થયેલ સર્વજ્ઞતામય પરમ ઉત્તમ, શ્રેષ્ઠ શ્રમણ જીવન ત્યાગની પરાકાષ્ઠા છે. આ બીજી પરાકાષ્ઠામાં મુહૂર્ત માત્રમાં ભરતે જે કરી બતાવ્યું તે નિશ્ચયથી તેના પ્રબળ મનોબલનું અને પુરુષાર્થનું ઘોતક છે.
ભરતક્ષેત્ર : નામહેતુ
| १४० भरहे य इत्थ देवे महिड्डीए महज्जुईए जाव पलिओवमट्ठिईए परिवसइ, से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ भरहे वासे भरहे वासे ।
=
अदुत्तरं च णं गोयमा ! भरहस्स वासस्स सासए णामधिज्जे पण्णत्ते, जं ण कयाइ ण आसि, ण कयाइ णत्थि, ण कयाइ ण भविस्सइ, भुविं च भवइय भविस्सइ य, धुवे णियए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे भरहे वासे ।
ભાવાર્થ :- અહીં ભરતક્ષેત્રમાં મહાન ઋદ્ધિશાળી, પરમ ધ્રુતિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા ભરત નામના દેવ નિવાસ કરે છે. તેથી હે ગૌતમ ! આ ક્ષેત્રને ભરતવર્ષ અથવા ભરતક્ષેત્ર કહેવામાં આવે છે.
અથવા હે ગૌતમ ! ભરતવર્ષનું ભરતક્ષેત્ર આ નામ શાશ્વત છે, ક્યારે ય ન હતું, ક્યારે ય નહીં હોય અને ક્યારે ય રહેશે નહીં તે પ્રમાણે બનતું નથી. આ નામ હતું, છે અને રહેશે. ભરત ક્ષેત્રનું આ નામ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે.
॥ વક્ષસ્કાર-૩ સંપૂર્ણ ॥