________________
૨૩ર |
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ભાવાર્થ - ભરત કેવળી, સિત્તેર લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં રહીને, એક હજાર વર્ષ સુધી માંડલિક રાજારૂપે રહીને, એક હજાર વર્ષ જૂન છ લાખ પૂર્વ સુધી મહારાજપદે–ચક્રવર્તી સમ્રાટ રૂપે રહીને, ત્રાંસી લાખ પૂર્વ સુધી ગૃહસ્થાવાસમાં રહીને, અંતર્મુહૂર્તધૂન એક લાખ પૂર્વ સુધી કેવળીપર્યાયમાં–સર્વજ્ઞ અવસ્થામાં રહીને, લગભગ એક લાખ પૂર્વ સુધી સંપૂર્ણ શ્રામસ્યપર્યાયનું પાલન કરીને અને ચોર્યાસી લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભોગવીને અંતે એક મહિનાના ચોવિહારા, અન્ન-પાણી વગેરે આહારરહિત, અનશન કરી, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ચાર ભવોપગ્રાહી, અઘાતિ કર્મોનો ક્ષય કરીને શ્રવણ નક્ષત્રમાં જ્યારે ચંદ્રનો યોગ થાય ત્યારે દેહ ત્યાગ કરે છે; જન્મ-જરા અને મૃત્યુનાં બંધનોને તે તોડી નાંખે છે અને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વત્ત, અંતકૃત–આવાગમનના નાશક અને સર્વ પ્રકારનાં દુઃખોનો નાશ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભરત ચક્રવર્તીના કૈવલ્ય પ્રાપ્તિની ઘટનાનું વર્ણન છે. સૂત્રકારે આ ઘટના ઉપર પ્રકાશ પાડતા કહ્યું છે કે ભરત રાજા અરીસા ભુવનમાં પોતાનું પ્રતિબિંબ જોતાં-જોતાં વિચાર શ્રેણીએ ચઢયા, અંતરમુખ વિચારશ્રેણીમાં જ ઘાતિકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, ત્યાર પછી પોતાના સર્વ આભૂષણોને ઉતાર્યા પરંતુ કથા ગ્રંથોમાં ભરત ચક્રવર્તીના કેવળજ્ઞાનની કથા આ પ્રમાણે મળે છે
ભરતરાજા અરીસાભુવનમાં સિંહાસન ઉપર બેઠા હતા. અરીસામાં પડતાં પોતાના પ્રતિબિંબને જોઈ રહ્યા હતા. પોતાના સૌન્દર્ય, શોભા અને રૂપ પર તે પોતે જ મુગ્ધ બન્યા હતા. ત્યાં પોતાના પ્રતિબિંબને જોતાં જોતાં તેની દષ્ટિ પોતાની આંગળી ઉપર પડી. આંગળીમાં વીંટી ન હતી. તે નીચે પડી ગઈ હતી. ભરતે પોતાની આંગળી પર ફરીથી દષ્ટિ સ્થિર કરી. વટી વિના તેને પોતાની આંગળી સારી ન લાગી. જેવી રીતે સૂર્યના પ્રકાશમાં ચંદ્રની યુતિ નિપ્રભ લાગે છે. તેમ તેને પોતાની આંગળી નિસ્તેજ લાગી. તેને એ પ્રમાણે વિચાર આવ્યો કે આંગળીની કોઈ શોભા જ નથી. જે સૌંદર્ય હતું તે વીંટીનું જ હતું. વીંટી નથી તો આંગળી કેવી અશોભનીય લાગે છે?
ભરત ઊંડા ચિંતનમાં નિમગ્ન બન્યા. તેણે પોતાના શરીર પરથી બીજાં આભૂષણો પણ ઊતારી નાખ્યાં. સૌન્દર્ય પરીક્ષણની દૃષ્ટિથી પોતાનાં આભૂષણરહિત અંગોને જોયાં. તેણે એવી અનુભૂતિ કરી કેચમકતાં સુવર્ણનાં આભરણો અને રત્નનાં અલંકાર રહિત, મારું અંગ વાસ્તવમાં અનાકર્ષક લાગે છે. તેનું પોતાનું સૌન્દર્ય, પોતાની શોભા જ ક્યાં છે?
ભરતની ચિંતનધારા અંતર્મુખ બની. શરીરની અંદરની અશુચિયતા પર તેનું ધ્યાન કેન્દ્રિત થયું. તેણે મનોમન એવો અનુભવ કર્યો કે શરીરનું વાસ્તવિક સ્વરૂપ માંસ, રક્ત, મજા, વિષ્ટા, મૂત્ર અને મળ યુક્ત છે. તેનાથી ભરેલું શરીર સુંદર કે શ્રેષ્ઠ ક્યાંથી હોય?
રાજા વિશેષ, વિશેષતર આત્માભિમુખ બનતા ગયા, આત્માના પરમ પાવન, વિશુદ્ધ, ચેતનામય અને શાશ્વત સ્વરૂપની અનુભૂતિમાં ઉત્તરોત્તર નિમગ્ન બન્યા. તેના પ્રશસ્ત અધ્યવસાય ઉજ્જવળ, નિર્મળ