________________
ત્રીજો વક્ષસ્કાર
૨૩૧
ક્ષય થવાથી; કર્મરૂપરજનો નાશ કરનારા એવા અપૂર્વકરણ રૂપ શુક્લધ્યાનમાં પ્રવેશ થવાથી અનંત, अनुत्तर, निर्व्याधात, निरावरण, संपूर्ण, प्रतिपूर्ण जेवुं देवणज्ञान, देवण दर्शन उत्पन्न थाय छे.
१३८ तए णं से भरहे केवली सयमेवाभरणालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करेत्ता आयंसघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता अंतेउरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता दसहिं रायवरसहस्सेहिं सद्धिं संपरिवुडे विणीयं रायहाणि मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता मज्झदेसे सुहंसुहेणं विहर, विहरित्ता जेणेव अट्ठावए पव्वए तेणेव उवागच्छइ, णिग्गच्छित्ता अट्ठावयं पव्वयं सणियं-सणियं दुरूहइ, दुरूहित्ता मेघघणसण्णिकासं देवसण्णिवायं पुढविसिलापट्टयं पडिलेहेइ, पडिलेहित्ता संलेहणा-झूसणा-झूसिए भक्त-पाण-पडियाइक्खए पाओवगए कालं अणवकंखमाणे- अणवकंखमाणे विहर |
ભાવાર્થ:- ત્યાર પછી તે ભરત કેવળી પોતે જ પોતાનાં આભૂષણ, અલંકાર ઉતારે છે. પોતે જ પંચમુષ્ટિ લોચ કરે છે. અરીસાભુવનમાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને અંતઃપુરની વચ્ચે થઈને રાજભવન માંથી બહાર નીકળી જાય છે. તેના દ્વારા પ્રતિબોધિત દશ હજાર રાજાઓથી પરિવૃત્ત ભરત કેવળી વિનીતા રાજધાનીની મધ્યમાં થઈને બહાર નીકળીને, મધ્યદેશમાં-કોશલદેશમાં સુખપૂર્વક વિચરણ કરે છે. વિચરણ કરતાં-કરતાં એકદા (લાખ પૂર્વ વર્ષ વિચરણ કરી)તેઓ અષ્ટાપદ પર્વત સમીપે આવીને ધીરે ધીરે અષ્ટાપદ પર્વત ઉપર ચઢે છે. પર્વત ઉપર ચઢીને સઘન મેઘ અને દેવસન્નિપાત જેવા શ્યામ પૃથ્વીશિલાપટ્ટકનું પ્રતિલેખન કરે છે. પ્રતિલેખન કરીને ત્યાં સંલેખના(શરીર, કષાય ક્ષયકારી) તપનો સ્વીકાર કરે છે, ખાન-પાનનો પરિત્યાગ કરે છે, પાદપોપગમન અર્થાત્ સંથારો અંગીકાર કરે છે. (જેમાં કપાયેલી વૃક્ષની ડાળની જેમ શરીરને સંપૂર્ણ નિષ્પ્રકંપ રાખવામાં આવે તેને પાદપોપગમન સંથારો કહે છે.) જીવન અને મરણની આકાંક્ષા રહિત બની તેઓ આત્મારાધનામાં લીન બની જાય છે.
| १३९ तए णं से भरहे केवली सत्तत्तरिं पुव्वसयसहस्साइं कुमारवासमज्झे वसित्ता, एगं वाससहस्सं मंडलिय-राय-मज्झे वसित्ता, छ पुव्वसयसहस्साइं वाससहस्सूणगाई महारायमज्झे वसित्ता, तेसीइं पुव्वसयसहस्साइं अगारवासमझे वसित्ता, एगं पुव्वसयसहस्सं देसूणगं केवलि-परियायं पाउणित्ता तमेव बहुपडिपुण्णं सामण्णपरियायं पाउणित्ता चउरासीइ पुव्वसयसहस्साइं सव्वाउयं पाउणित्ता मासिए णं भत्तेणं अपाण एणं सवणेणं णक्खत्तेणं जोगमुवागएणं खीणे वेयणिज्जे आउए णामे गोए कालगए वीइक्कंते समुज्जाए छिण्णजाइ-जरा-मरण- बंधणे सिद्धे बुद्धे मुत्ते परिणिव्वुडे अंतगडे सव्वदुक्खप्पहीणे ।