SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ | २३० શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર १३५ भरहाहिवे णरिंदे वरचंदणचच्चियंगे वरहाररइयवच्छे वरमउडविसिट्ठए वरवत्थ-भूसणधरे सव्वोउय-सुरहिकुसुमवर-मल्ल-सोभियसिरे वरणाडगणाडइज्जवर-इत्थि गुम्म-सद्धिं संपरिवुडे सव्वोसहि-सव्वरयण- सव्वसमिइसमग्गे संपुण्णमणोरहे हयामिक्त माणमहणे पुव्वकयतवप्पभाव-णिविट्ठ-संचियफले भुंजइ माणुस्सए सुहे भरहे णाम- धेज्जे । ભાવાર્થ:- તે ભરતાધિપતિ નરેન્દ્રના અંગ શ્રેષ્ઠ ચંદનથી અર્ચિત (લિપ્ત) રહે છે. તેનું વક્ષસ્થળ હારોથી સુશોભિત અને પ્રીતિકર હોય છે. તે શ્રેષ્ઠ મુગટથી વિભૂષિત હોય છે. તે ઉત્તમ, બહુમૂલ્ય આભૂષણ ધારણ કરે છે. બધી ઋતુઓના ફૂલોની સુરભિત સુંદર માળાથી તેનું મસ્તક શોભાયમાન બને છે. ઉત્કૃષ્ટ નાટક, नृत्याहिन निरीक्ष। ४२त (१४,०००) सुंदर स्त्रीमोन। सडथी परिवृत्त २३ . सर्व औषधिमओ, સર્વરત્નો, સર્વ બાહ્ય, આત્યંતર પરિષદ રૂપ સમિતિથી પૂર્ણ મનોરથવાળા; શત્રુઓના માન-મદને ઉતારતા; પોતાના પૂર્વકૃત તપના પ્રભાવથી સુલભ ફળ ભોગવતાં; ભરત નામના રાજા પોતાના પુણ્ય કર્મોનાં પરિણામ સ્વરૂપ મનુષ્ય જીવનનાં સુખોનો ઉપભોગ કરે છે. ભરત ચક્રવર્તીનું મોક્ષગમન - १३६ तए णं से भरहे राया अण्णया कयाइ जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ उवागच्छित्ता जाव ससिव्व पियदंसणे णरवई मज्जणघराओ पडिणिक्खवइ पडिणिक्खमित्ता जेणेव आदंसघरे जेणेव सीहासणे तेणेव उवागच्छइ उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे णिसीयइ, णिसीयइत्ता आईसघरंसि अत्ताणं देहमाणे देहमाणे चिट्ठइ । ભાવાર્થ :- ત્યારપછી એક વાર ભરતરાજા સ્નાનઘરમાં આવીને વાવતું સ્નાન કરે છે. મેઘ સમૂહને ભેદીને બહાર નીકળતા ચંદ્ર જેવા સુંદર લાગતા તે રાજા સ્નાનગૃહમાંથી બહાર નીકળીને અરીસાભુવનમાં જાય છે. સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે અને અરીસામાં પડતાં પોતાના પ્રતિબિંબને વારંવાર જુએ છે. १३७ तए णं तस्स भरहस्स रण्णो सुभेणं परिणामेणं पसत्थेहिं अज्झवसाणेहिं लेसाहिं विसुज्झमाणीहिं-विसुज्झमाणीहिं ईहापोहमग्गणगवेसणं करेमाणस्स तयावरिज्जाणं कम्माणं खएणं, कम्मरयविकिरणकरं अपुव्वकरणं पविट्ठस्स अणंते अणुत्तरे णिव्वाघाए णिरावरणे कसिणे पडिपुण्णे केवलवरणाणदंसणे समुप्पण्णे । ભાવાર્થ :- ભરત રાજાને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં જોતાં શુભ પરિણામથી; પ્રશસ્ત અધ્યવસાયથી; લેશ્યાઓની વિશુદ્ધિ થવાથી; અધ્યાત્મ ભાવયુક્ત ચિંતન મનન કરતાં તદાવરણીય કર્મનો
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy