________________
ત્રીજો વક્ષસ્કાર
२०५
દિશામાંવિનીતા રાજધાની તરફ પ્રયાણ કરે છે.
ભરતરાજા ચક્રરત્નને જોઈને હર્ષિત અને સંતુષ્ટ થાય છે. યાવત્ પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને કહે છે કે— “હે દેવાનુપ્રિયો ! અભિષિક્ત હસ્તિરત્નને તૈયાર કરો યાવત્ કાર્ય પૂર્ણ થતાં મને સમાચાર આપો.’’ કૌટુંબિક પુરુષો તે કાર્ય કરી રાજાને સમાચાર આપે છે.
१०७ तए णं से भरहे राया अज्जियरज्जो णिज्जियसत्तू उप्पण्णसमत्तरयणे चक्करयणप्पहाणे णवणिहिवई समिद्धकोसे बत्तीसरायवर-सहस्साणुयायमग्गे सट्ठीए वरिससहस्सेहिं केवलकप्पं भरहं वासं ओयवेइ, ओयवेत्ता कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं हयगयरह तहेव जाव अंजणगिरिकूड-सण्णिभं गयवइं णरवई दुरुढे ।
ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા કે જેણે રાજ્ય અર્જિત કર્યુ છે, શત્રુઓને નિર્જિત-પરાસ્ત કર્યા છે, સર્વ રત્નમાં પ્રધાન ચક્રરત્નવાળા, નવનિધિના અધિપતિ, સમૃદ્ધ કોષાગાર સંપન્ન, ૩૨૦૦૦ રાજાઓ જેના અનુગામી છે, તેવા ભરત રાજા ૬૦,૦૦૦ વર્ષે સંપૂર્ણ ભરત ક્ષેત્ર પર વિજય મેળવીને સેવક પુરુષોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે કે— “હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્ર અભિષિક્ત હસ્તિરત્ન તૈયાર કરો” યાવત્ ભરત રાજા અંજનગિરિના શિખર સમાન ઉન્નત ગજરાજ પર આરૂઢ થાય છે.
| १०८ तए णं तस्स भरहस्स रण्णो अभिसेक्कं हत्थिरयणं दुरुढस्स समाणस्स इमे अट्ठट्ठमंगलगा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया, तं जहा- सोत्थिय जाव दप्पणे । तयणंतरं च णं पुण्णकलसभिंगार दिव्वा य छत्तपडागा जाव संपट्ठिया । तयणंतरं च वेरुलियभिसंतविमलदंडं जाव आहाणुपुव्वी संपट्ठियं ।
तयणंतरं च णं सत्त एगिंदियरयणा पुरओ अहाणुपुवीए संपट्टियाया, तं जहा - चक्करयणे छत्तरयणे चम्मरयणे दंडरयणे असिरयणे मणिरयणे कागणिरयणे । तयणंतरं च णं णव महाणिहिओ पुरओ अहाणुपुव्वीए संपट्ठिया, तंजहा - सप्पे पंडुयए जाव संखे ।
तयणंतरं च णं सोलस देवसहस्सा पुरओ अहाणुपुवीए संपट्टिया । तयणंतरं च णं बत्तीसं रायवरसहस्सा अहाणुपुवीए संपट्टिया । तयणंतरं च णं सेणावइरयणे पुरओ अहाणुपुव्वीए संपट्ठिए । एवं गाहावइरयणे, वड्डइरयणे, पुरोहियरयणे । तयणंतरं च णं इत्रिय पुरओ अहाणुपुवीए संपट्टिया ।
तयणंतरं च णं बत्तीसं उउकल्लाणिया सहस्सा पुरओ अहाणुपुवीए संपट्टिया ।