________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
मणसीकरेमाणे-मणसीकरेमाणे चिट्ठइ । तस्स य अपरिमियरत्तरयणा घुयमक्खयमव्वया सदेवा लोकोपचयंकरा उवगया णव णिहिओ लोगविस्सुयजसा, तं जहा
૨૦૦
ભાવાર્થ :- ગુફામાંથી બહાર નીકળ્યા પછી ભરતરાજા ગંગા મહાનદીના પશ્ચિમી કિનારે બાર યોજન લાંબી, નવ યોજન પહોળી, શ્રેષ્ઠ નગર જેવી છાવણી તૈયાર કરાવે છે અને તેમાં નિવાસ કરે છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત્ નિધિરત્નો માટે અઠ્ઠમ તપ ગ્રહણ કરે છે. ત્યારપછી ભરત રાજા મનમાં નવનિધિઓનું ચિંતન કરતાં પૌષધશાળામાં રહે છે.
અપરિમિત રક્તાદિ રત્નોવાળા, ધ્રુવ-શાશ્વત, અક્ષય-અવિનાશી, અવ્યય, દેવાધિષ્ઠિત, વિવિધ આચાર, વિવિધ વસ્તુઓની ઉત્પત્તિ અને વિધિના દર્શક પુસ્તકરૂપ હોવાથી લોકપુષ્ટિ દાયક, લોકપ્રસિદ્ધ એવા નવનિધિઓ આ પ્રમાણે છે–
૦
ભાવાર્થ:(૧) નૈસર્પનિધિ (૨) પાંડુક નિધિ (૩) પિંગલક નિધિ (૪) સર્વ રત્નનિધિ (૫) મહાપદ્મનિધિ (૬) કાનિધિ (૭) મહાકાલિનધિ (૮) માણવનિધિ (૯) શંખનિધિ. તે નિધિઓ પોતપોતાનાં નામના દેવોથી અધિષ્ઠિત હોય છે. IIII
९१
सप्पे पंडुयए, पिंगलए सव्वरयणे महापउमे ।
काले य महाकाले, माणवगे महाणिही संखे ॥१॥
९३
णेसप्पंम्मि णिवेसा, गामागरणगरपट्टणाणं च । दोणमुहमडंबाणं खंघावारावणगिहाणं ॥२॥
ભાવાર્થ :– નૈસર્પનિધિ– ગામ, ખાણ, નગર, પતન, દ્રોણમુખ, મંડબ, છાવણી, દુકાન, ઘર વગેરેના સ્થાપનની સમગ્ર વિધિ અર્થાત્ વાસ્તુશાસ્ત્ર સંબંધી સર્વવિધિનું જ્ઞાન આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે અને તત્સંબંધી કેટલીક સામગ્રીઓનો સંગ્રહ તેમાં હોય છે. રા
९२
ભાવાર્થ :પાંડુકનિધિ– ગણના, માપ, તોલાદિની ઉત્પત્તિ વિધિ, ગણી શકાય તેવા નાળિયેરાદિ, માપી શકાય તેવા ધાન્યાદિ, તોળી શકાય તેવા ગોળ-સાકરાદિ વસ્તુઓની ઉત્પાદનવિધિનું જ્ઞાન, આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે તેમજ માપ, તોલાદિ યોગ્ય ધાન્ય, બીજ વગેરે પદાર્થોનો સંગ્રહ, સંરક્ષણ આ નિધિમાં હોય છે. ગા
गणियस्स य उप्पत्ती, माणुम्माणस्स जं पमाणं च । धण्णस्स य बीयाण य, उप्पत्ती पंडुए भणिया ॥३॥
सव्वा आभरणविही, पुरिसाणं जा य होइ महिलाणं ।
आसाण य हत्थीण य, पिंगलणिहिम्मि सा भणिया ॥ ४ ॥