________________
ત્રીજો વક્ષસ્કાર
| ૨૦૧ |
९४
ભાવાર્થ :-પિંગલનિધિ- સ્ત્રીના, પુરુષના અને હાથી, ઘોડા વગેરે પશુઓના આભૂષણો બનાવવાની, તેનો ઉપયોગ કરવાની વિધિનું જ્ઞાન આનિધિ દ્વારા પ્રાપ્ત થાય છે અને તે આભૂષણોનો સંગ્રહ આ નિધિમાં હોય છે. llો.
रयणाई सव्वरयणे, चउदस वि वराइं चक्कवट्टिस्स ।
उप्पज्जते एगिदियाई, पचिदियाई च ॥ ५ ॥ ભાવાર્થ :- સર્વરત્ન નિધિ- સાત એકેન્દ્રિય રત્ન અને સાત પંચેંદ્રિય રત્ન; ચક્રવર્તીના આ ૧૪ શ્રેષ્ઠ રત્નો અને અન્ય અનેક રત્નોની ઉત્પત્તિ, નિષ્પત્તિ તથા તેના ઉપયોગ સંબંધી જાણકારી અને સંગ્રહ આ નિધિમાં હોય છે. આ નિધિ સર્વ રત્નના ભંડાર રૂપ છે. આપણા
वत्थाण य उप्पत्ती, णिप्फत्ती चेव सव्वभत्तीणं । ९५
रंगाण य धोव्वाण य, सव्वा एसा महापउमे ॥ ६ ॥ ભાવાર્થ:- મહાપાનિધિ– સર્વ પ્રકારના વસ્ત્રની ઉત્પત્તિ, તેની ડીઝાઈન, રંગવા, ધોવા વગેરે વિધિનું જ્ઞાન આ નિધિ દ્વારા થાય છે. તેમજ તત્સંબંધી કેટલી ય સાધન સામગ્રી પણ આ નિધિમાં હોય છે. જ્ઞા
काले कालण्णाणं, भव्वपुराणं च तिसु वि वंसेसु ।
सिप्पसयं कम्माणि य, तिण्णि पयाए हियकराणि ॥ ७ ॥ ભાવાર્થ :- કાલનિધિ– ત્રણે કાળનું જ્ઞાન, જ્યોતિષ જ્ઞાન; પૂર્વ ભવોનું જ્ઞાન; તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ આ ત્રણેના વંશની ઉત્પત્તિનું જ્ઞાન તથા ૧00શિલ્પનું જ્ઞાન અને કૃષિ કર્મ આદિ કર્મોનું જ્ઞાન, આ નિધિ દ્વારા થાય છે. તેમજ આ નિધિમાં તત્સંબંધી વિવિધ સાધનો, ચિત્રો પણ હોય છે. IIછા
लोहस्स य उप्पत्ती होइ, महाकाले आगराणं च ।
रूप्पस्स सुवण्णस्स य, मणिमुत्तसिलप्पवालाण ॥ ८ ॥ ભાવાર્થ - મહાકાલનિધિ- લોઢું, રૂપું, સોનું, મણિ, મોતી, સ્ફટિક, પ્રવાલ વગેરેની ઉત્પત્તિ અને તેની ખાણો સંબંધી જ્ઞાન આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે અને તે પદાર્થોનો સંગ્રહ પણ આ નિધિમાં હોય છે. ll
जोहाण य उप्पत्ती, आवरणाणं च पहरणाणं च ।
सव्वा य जुद्धणीई, माणवगे दंडणीई य ॥ ९ ॥ ભાવાર્થ :- માણવક વિધિ- યોદ્ધાઓ, તેના કવચ, શસ્ત્રો; ચક્રભૂતાદિ યુદ્ધનીતિ; સામ, દામ આદિ ચાર પ્રકારની દંડનીતિ સંબંધી વિવિધ પ્રકારનું જ્ઞાન આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે તથા તત્સંબંધી કેટલો ય સંગ્રહ આ નિધિમાં હોય છે. લા.
९६
૧૭