________________
૧૯૦ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ઉત્તરાર્ધ ભરતક્ષેત્રના મધ્યખંડ અને તેમાં વસતા કિરાત લોકો સાથેના યુદ્ધ અને ચક્રવર્તીના વિજયનું વર્ણન છે. કિરાત વિજય વર્ણન પ્રસંગે સુત્રકારે અશ્વરત્ન, અસિરત્ન, છત્રરત્ન અને ગાથાપતિ રત્નનું વર્ણન કર્યું છે.
સૂત્રગત કેટલાક વિશિષ્ટ શબ્દો આ પ્રમાણે છે- વેદો-વેષ્ટક. વેશ: વસ્તુવિષયવશે | વેઢો એટલે વર્ણન. જેમ વણો શબ્દ દ્વારા પાઠ સંક્ષિપ્ત કરવામાં આવે છે તેમ વેદો શબ્દ દ્વારા પણ પાઠ સંક્ષિપ્ત કરાય છે. પૂર્વે વર્ણન કરવામાં આવ્યું હોય તે જ વર્ણન 'વેડો' શબ્દ દ્વારા સૂચિત કરાય છે. નકનBUTH:- અશ્વરનના કાન ૪ અંગલના હોય છે. નાના કાન તે શ્રેષ્ઠ ઘોડાનું લક્ષણ ગણાય છે. તેનાથી ઘોડાનું યૌવન સ્થિર રહે છે. વારસાવતા :- અશ્વરત્નના ૧૨ અંગ પર આવત્ત-ચક્રાકાર ચિહ્ન હોય છે. તે ૧૨ અંગ આ પ્રમાણે છે(૧) પ્રમાણ- ઓષ્ટતલ (૨) કંઠ (૩) બંને કાન (૪) પૃષ્ઠભાગ (૫) પૃષ્ઠનો મધ્યભાગ (૬) નયન (૭) બંને હોઠ (૮) પાછળના પગના ઘૂંટણની ઉપરનો ભાગ (૯) આગળના પગના ઘૂંટણની ઉપરનો ભાગ (૧૦) વામકુક્ષિ (૧૧) પાર્થ-બંને પડખા (૧૨) લલાટ. આ બાર અંગ પર આવર્તવાળો-ચક્રાકાર ચિહ્નવાળો અશ્વ શ્રેષ્ઠ કહેવાય છે. તેમાં કંઠ ઉપરનું આવર્ત દેવમણિ' કહેવાય છે, તે અશ્વની મહત્તા સૂચવે છે.
સુરરિવા-ઈન્દ્રના અશ્વનું નામ ઉચ્ચ શ્રવા છે. ચક્રવર્તીનો અશ્વ દિવ્યશક્તિના કારણે શરીરશોભા અને ગુણમાં ઉચ્ચ શ્રવા જેવો હોય છે.
ળિવિઃ - વિક્ષિપ્ત, નાંખેલું - ગાથાપતિ રત્ન ચર્મરત્નના એક ભાગમાં ઘઉં આદિ બીજને નાખે છે, વાવે છે. તેને જમીન ખેડવી વગેરે કાર્ય કરવા પડતા નથી. ચર્મરત્ન ઉપર સવારે નાંખેલા બીજ બપોર સુધીમાં ઊગી જાય છે. ગાથાપતિ પ્રથમ પ્રહરમાં બીજનું વાવેતર કરે છે અર્થાત્ બીજ નાખી દે છે. બીજા પ્રહરમાં પાણીનું સિંચન કરે, ત્રીજા પ્રહરમાં તે પરિપક્વ બને અને ચોથા પ્રહરમાં તે અન્ન ઉપભોગ માટે સેનામાં સવેત્ર મોકલે છે. આ સર્વે કાર્ય ગાથાપતિરત્નના કુશળ પ્રભાવથી થાય છે. ઉંમદસાડું:- ગાથાપતિ રત્ન હજારો કુંભ અનાજ તૈયાર કરી સેનાને પહોંચાડે છે. આ કુંભનું માપ ગુરુપ્રાણ આગમ બત્રીસી અનુયોગ દ્વાર સૂત્ર પેજ નં. ૨૮૮માં આ પ્રમાણે છે– એક અંજલી પ્રમાણ ધાન્યને અસૃતિ કહે છે.
૨ અમૃતિ = ૧ પ્રસૃતિ(ખોબો). ૨ પસૃતિ = ૧ સેતિકા. ૪ સેતિકા = ૧ કુડવ. ૪ કુંડવ = ૧ પ્રસ્થ. ૪ પ્રસ્થ = ૧ આઢક. 0 આઢક = ૧ જઘન્ય કુંભ. ૮૦ આઢક = ૧ મધ્યકુંભ. ૧૦૦ આઢક = ૧ ઉત્કૃષ્ટ કુંભ.
સેતિકા, કડવ, પ્રસ્થ વગેરે મગધ દેશ પ્રચલિત માપ વિશેષ છે. ગાથાપતિરત્ન આવા અનેક હજાર ઉત્કૃષ્ટ કુંભ પ્રમાણ અનાજ વગેરે નિષ્પન્ન કરે છે.