________________
ત્રીજો વક્ષસ્ટાર
[ ૧૮૯ ]
णं देवाणुप्पिया! खंतुमरहंतु णं देवाणुप्पिया ! णाइ भुज्जो भुज्जो एवं करणाए त्ति कटु पंजलिउडा पायवडिया भरहं रायं सरणं उविति ।। ભાવાર્થ :- મેઘમુખ નાગકુમારદેવો આ પ્રમાણે કહે છે ત્યારે તે આપાતકિરાતો ઊઠે છે; ઊઠીને સ્નાન કરીને ભાવતું ભીના વસ્ત્ર ધારણ કરીને શ્રેષ્ઠ, ઉત્તમ રત્ન લઈને, ભરતરાજા પાસે આવીને; હાથ જોડી, અંજલિ મસ્તકે લગાવી; ભરત રાજાને “જય-વિજય" શબ્દોથી વધારે છે. શ્રેષ્ઠ, ઉત્તમ રત્નો ભેટ રૂપે અર્પણ કરીને આ પ્રમાણે કહે છે –
ગાથાર્થ– “હે વસુધર ! પખંડવર્તી વૈભવના સ્વામી. હે ગણધર ! હે જયશીલ ! હે લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ, કીર્તિના ધારક! રાજચિત હજારો લક્ષણોથી સંપન્ન હે નરેન્દ્ર! અમારા આ રાજ્યનું દીર્ધકાળ સુધી આપ પાલન કરો.” ૧ /
“હે અશ્વપતિ! ગજપતિ! નરપતિ! નવનિધિપતિ! ભરતક્ષેત્રના પ્રથમાધિપતિ ! બત્રીસ હજાર દેશોના રાજાઓના અધિનાયક ! આપ ચિરકાળ સુધી જીવિત રહો.” | ૨II
“હે પ્રથમ નરેશ્વર! હે ઐશ્વર્ય શાલી ! ચોસઠ હજાર સ્ત્રીઓનાં હૃદયેશ્વર! લાખો દેવોના સ્વામિનું! ચૌદ રત્નોના ધારક! યશસ્વિનુ! આપે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, દિશામાં સમુદ્ર પર્યત અને ઉત્તરદિશામાં ચલહિમવંત પર્વત સુધી ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધ સંપૂર્ણ ભરતક્ષેત્રને જીતી લીધું છે. હવેથી અમે આપ દેવાનુપ્રિયના દેશવાસી છીએ; અમે આપના પ્રજાજન છીએ.” || ૩-૪ .
“આપ દેવાનુપ્રિયે આશ્ચર્યકારી એવી ઋદ્ધિ(સંપત્તિ), ધુતિ (કાંતિ), કીર્તિ, શારીરિક શક્તિ, આત્મિક શક્તિ, આત્મગૌરવ અને પરાક્રમ-ઉત્સાહ, દિવ્ય ધુતિ, દિવ્ય પરમોત્કૃષ્ટ પ્રભાવ પુણ્યોદયથી મેળવ્યા છે. પ્રાપ્ત કર્યા છે, સ્વાધીન કર્યા છે. અમે આપની ઋદ્ધિનો સાક્ષાત્ અનુભવ કર્યો છે. અમે આપની ક્ષમાયાચના કરીએ છીએ. હે દેવાનુપ્રિય! અમે ક્ષમાને યોગ્ય છીએ, ભવિષ્યમાં હવે પછી આવું ક્યારેય નહીં કરીએ.” આ પ્રમાણે કહીને બે હાથ જોડી, ચરણોમાં પડી, ભરતરાજાનું શરણું સ્વીકારે છે.
७९ तएणं से भरहे राया तेसिं आवाडचिलायाणं अग्गाइं वराइं रयणाई पडिच्छइ, पडिच्छित्ता ते आवाडचिलाए एवं वयासी- गच्छह णं भो ! तुब्भेममं बाहुच्छायापरिग्गहिया णिब्भया णिरुव्विग्गा सुहंसुहेणं परिवसह, णत्थि भे कत्तो वि भयमत्थि त्ति कटु सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जेइ । ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા, તે આપાતકિરાતોના ઉત્તમ શ્રેષ્ઠરત્નોનો ભેટરૂપે સ્વીકાર કરે છે, સ્વીકાર કરીને તેમને કહે છે કે હવે તમે તમારા સ્થાને જાઓ. મારી ભુજાઓની છાયા સ્વીકારીને, મારા આશ્રયમાં તમે નિર્ભય અને નિરુદ્વેગપણે સુખપૂર્વક રહો. હવે તમને કોઈનો પણ ભય નથી. આ પ્રમાણે કહીને ભરતરાજા તેઓનો સત્કાર કરે છે, સન્માન કરે છે, સત્કાર-સન્માન કરીને તેઓને વિદાય કરે છે.