________________
| १८२ ।
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
तुरियाए जाव वीइवयमाणा-वीइवयमाणा जेणेव जंबुद्दीवे दीवे उत्तरडभरहे वासे जेणेव सिंधू महाणई जेणेव आवाडचिलाया तेणेव उवागच्छंति,
उवागच्छित्ता अंतलिक्खपडिवण्णा सखिखिणियाइं पंचवण्णाई वत्थाई पवरपरिहिया ते आवाडचिलाए एवं वयासी- हं भो आवाडचिलाया! जण्णं तुब्भे देवाणुप्पिया! वालुयासंथारोवगया उत्ताणगा अवसणा अट्ठमभत्तिया अम्हे कुलदेवए मेहमुहे णागकुमारे देवे मणसीकरेमाणा-मणसीकरेमाणा चिट्ठइ, तए णं अम्हे मेहमुहा णागकुमारा देवा तुभंकुलदेवया तुम्हं अंतियण्णं पाउब्भूया, तं वदह णंदेवाणुप्पिया! किं करेमो ? किं आचिट्ठामो ? के व भे मणसाइए? ભાવાર્થ - મેઘમુખ નાગકુમાર દેવો પોતાના આસનને ચલાયમાન થતાં જોઈને અવધિજ્ઞાનનો ઉપયોગ કરે છે. અવધિજ્ઞાન દ્વારા આપાતકિરાતોને જોઈને તેઓ પરસ્પર આ પ્રમાણે કહે છે, “હે દેવાનુપ્રિયો ! જંબુદ્વીપના ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં સિંધુ મહાનદી પર રેતીના આસનો પર બેઠેલા આપાતકિરાતો ઊર્ધ્વમુખ રાખી, નિર્વસ્ત્ર થઈને, આતાપના સહન કરતાં, અઠ્ઠમતપની તપશ્ચર્યામાં લીન બન્યા છે. તેઓ મેઘમુખ નાગકુમાર દેવોનું, તેના કુળદેવતાનું અર્થાત્ આપણા સર્વેનું ધ્યાન કરીને બેઠા છે. તેથી હે દેવાનુપ્રિય! તેની સમક્ષ આપણે પ્રગટ થવું જોઈએ.” આ પ્રમાણે પરસ્પરની વાત સાંભળી, વિચાર વિનિમય કરી, ઉત્કૃષ્ટ દેવગતિથી જંબૂદ્વીપના ઉત્તરાર્ધ ભરતક્ષેત્રની સિંધુ મહાનદીના કિનારે સ્થિત આપાતકિરાતોની પાસે આવે છે. નાની નાની ઘંટડીઓ-ઘૂઘરીઓવાળા પંચરંગી ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલા તે દેવો આકાશમાં અદ્ધર રહીને આપાતકિરાતોને કહે છે– હે આપાતકિરાતો! હે દેવાનુપ્રિયો ! તમે રેતીના આસન ઉપર બેસીને, ઊર્ધ્વમુખ રાખી, નિર્વસ્ત્ર થઈને, આતાપના પૂર્વક અઠ્ઠમતપમાં લીન બનીને, અમારું-મેઘમુખ નાગકુમાર દેવોનું, તમારા કુળદેવતાનું ધ્યાન કરી રહ્યા છો. તે જોઈને અમે તમારા કુળદેવતાઓ મેઘમુખ નાગકુમાર દેવો તમારી સમક્ષ પ્રગટ થયા છીએ. હે દેવાનુપ્રિયો! તમારી શું ઈચ્છા છે? અમે તમારા માટે शुंजरीये?" ६७ तए णं ते आवाडचिलाया मेहमुहाणं णागकुमाराणं देवाणं अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्ठतुट्ठ जावहियया उट्ठाए उर्दुति उद्वेत्ता जेणेव मेहमुहा णागकुमारा देवा तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं जाव मत्थए अंजलि कटु मेहमुहे णागकुमारे देवे जएणं विजएणं वद्धाति, वद्धावित्ता एवं वयासीएस णं देवाणुप्पिए! केइ अप्पत्थियपत्थिए दुरंतपंतलक्खणे हीणपुण्णचाउद्दसे हिरि-सिरि-परिवज्जिए जे णं अम्हं विसयस्स उवरिं विरिएणं हव्वमागच्छइ, तं तहा णं घत्तेह देवाणुप्पिया ! जहा णं एस अम्हं विसयस्स उवरि विरिएणं णो हव्वमागच्छइ ।