________________
ત્રીજો વક્ષસ્કાર
[ ૧૮૩]
ભાવાર્થ:- મેઘમુખ નાગકુમાર દેવોના આ પ્રમાણેના વચન સાંભળીને આપાતકિરાતો પોતાના મનમાં હર્ષિત, સંતુષ્ટ થઈને યાવતુ ત્યાંથી ઊઠે છે, ઊઠીને મેઘમુખ નાગકુમાર દેવ સમીપે આવીને, હાથ જોડીને, હાથની અંજલિ કરીને મસ્તક નમાવે છે. આ પ્રમાણે કરીને મેઘમુખ નાગકુમાર દેવોને જય-વિજય શબ્દોથી વધાવે છે તેનો જયનાદ, વિજયનાદ કરીને આ પ્રમાણે કહે છે– “હે દેવાનુપ્રિયો ! મૃત્યુના પ્રાર્થી, દુઃખદ અંત અને અશુભ લક્ષણવાળા વાવત અભાગી, લજ્જા અને શોભાથી રહિત કોઈ પુરુષ, સૈન્ય સાથે અમારા દેશ પર ચઢાઈ કરીને આવ્યો છે. હે દેવાનુપ્રિયો! આપ તેને ત્યાંથી એવી રીતે દૂર કરો કે જેથી તે અમારા દેશ ઉપર શક્તિપૂર્વક સસૈન્ય આક્રમણ કરી શકે નહીં.” ६८ तए णं ते मेहमुहा णागकुमारा देवा ते आवाडचिलाए एवं वयासी- एसणं भो देवाणुप्पिया ! भरहे णामं राया चाउरंतचक्कवट्टी महिड्डीए महज्जुईए जाव महासोक्खे, णो खलु एस सक्को केणइ देवेण वा दाणवेण वा किण्णरेण वा किंपुरिसेण वा महोरगेण वा गंधव्वेण वा सत्थप्पओगेण वा अग्गिपओगेण वा मंतप्पओगेणं वा उद्दवित्तए पडिसेहित्तए वा, तहावि य णं तुब्भं पियट्ठयाए भरहस्स रण्णो उवसग्गं करेमोत्ति कटु तेसिं आवाडचिलायाणं अंतियाओ अवक्कमंति अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहणंति, समोहणित्ता मेघाणीयं विउव्वंति विउव्वित्ता जेणेव भरहस्स रण्णो विजयखंधावारणिवेसे तेणेव उवागच्छंति, उवागच्छित्ता उप्पिविजयखंधावारणिवेसस्स खिप्पामेव पतणतणायंति, पतणतणायित्ता खिप्पामेव पविज्जुयायंति, पविज्जुयावित्ता खिप्पामेव जुगमुसलमुट्ठिप्पमाणमेत्ताहिं धाराहिं ओघमेघ सत्तरत्तं वासं वासिउं पवत्ता यावि होत्था । ભાવાર્થ - ત્યારે મેઘમુખ નાગકુમાર દેવો આપાતકિરાતોને કહે છે- “હે દેવાનુપ્રિયો! તમારા દેશ ઉપર આક્રમણ કરનાર, આ મહાઋદ્ધિશાળી, પરમ ધુતિમાન યાવતુ પરમ સૌખ્યશાળી, ચાતુરંત ચક્રવર્તી ભરત નામના રાજા છે. તેમના ઉપર કોઈ દેવ, દાનવ, કિંપુરુષ, મહોરગ કે કોઈ ગંધર્વ, શસ્ત્ર પ્રયોગથી, અગ્નિપ્રયોગથી કે મંત્ર પ્રયોગથી ઉપદ્રવો કરી શકે તેમ નથી, તેમને દૂર કરી શકે તેમ નથી, તેમજ તમારા દેશ પરના આક્રમણને રોકી શકાય તેમ નથી. તો પણ તમારી પ્રીતિને વશ અમે ભરતરાજાને ઉપસર્ગ આપીશું.” આ પ્રમાણે કહીને તેઓ આપાતકિરાતો પાસેથી ચાલ્યા જાય છે. તેઓ વૈક્રિય સમુઠ્ઠાત દ્વારા આત્મપ્રદેશોને શરીરમાંથી બહાર કાઢે છે. આત્મપ્રદેશો બહાર કાઢીને તેના દ્વારા ગ્રહણ કરાયેલા વૈક્રિય પગલોના સહારે વાદળોઓની વિકર્વણા કરે છે. આ પ્રમાણે વિદુર્વણા કરીને ભરતરાજાની છાવણી સમીપે આવે છે. ત્યાં આવીને તુરંત જ વાદળોની ગર્જના, વીજળીના ચમકારાઓ સાથે તે વાદળાઓ દ્વારા ધોધમાર વરસાદ વરસાવે છે. સાત દિવસ-રાત સુધી યુગ, મુસળ અને મુષ્ટિ પ્રમાણ મોટી ધારાઓથી વરસાદ વરસાવે છે. ६९ तएणं से भरहे राया उप्पिं विजयक्खंधावारस्स जुगमुसलमुट्ठिप्पमाणमेत्ताहिं