________________
ત્રીજો વક્ષસ્કાર
| १८१
છે ત્યાં આવીને આપાત કિરાતો સાથે યુદ્ધ કરે છે. સુષેણ સેનાપતિ તે આપાત કિરાતોના શ્રેષ્ઠ વીર યોદ્ધાઓને હણી નાખે છે; ઘાયલ કરે છે યાવત્ શેષ યોદ્ધાઓ પ્રાણ બચાવવા દસે દિશામાં નાસી જાય છે.
६५ तए णं आवाडचिलाया सुसेणसेणावइणा हयमहिय जाव पडिसेहिया समाणा भीया तत्था वहिया उव्विग्गा संजायभया अत्थामा अबला अवीरिया अपुरिसक्कारपरक्कमा अधारणिज्जमित्ति कटु अणेगाई जोयणाई अवक्कमंति, अवक्कमित्ता एगयओ मिलायंति, मिलायित्ता जेणेव सिंधूमहाणई तेणेव उवागच्छंति, उवागच्छित्ता वालुयासंथारए संथति, संथेरत्ता वालुयासंथारए दुरूहंति, दुरुहित्ता अट्ठमभत्ताई पगिण्हंति, पगिण्हित्ता वालुया-संथारोवगया उत्ताणया अवसणा अट्ठमभत्तिया जे तेसिं कुलदेवया मेहमुहा णामं णागकुमारा देवा, ते मणसीकरेमाणा-मणसीकरेमाणा चिट्ठति । तए णं तेसिं आवाडचिलायाणं अट्ठमभत्तसि परिणममाणंसि मेहमुहाणं णागकुमाराणं देवाणं आसणाई चलंति । ભાવાર્થ :- સમયે સુષેણ સેનાપતિ દ્વારા હારેલા અને હણાયેલા આપાતકિરાતો મેદાન છોડી ભાગી જાય છે. તેઓ ભયાકુળ, ત્રસ્ત, ઉદ્વિગ્ન, ભયભીત, શક્તિ રહિત, નિર્બળ, નિવાર્ય અને પરાક્રમ રહિત થઈને, “શત્રુ સેનાનો સામનો કરવો શક્ય નથી,” આ પ્રમાણે વિચારીને ત્યાંથી અનેક યોજન દૂર ભાગી श्रय छे.
આ પ્રમાણે દૂર જઇને તેઓ કોઈ (એકાંત)સ્થાનમાં મળે છે અને સાથે મળીને સિંધુ મહાનદી સમીપે આવે છે, આવીને તે નદીના કિનારે રેતીનો સંસ્તારક-આસન બનાવીને તે રેતીના સંસ્મારક પર બેસી જાય છે. ત્યારપછી અઠ્ઠમ તપનો સ્વીકાર કરીને, વાલુકામય સંસ્તારક પર બેસીને, ઊર્ધ્વમુખ રાખીને, નિર્વસ્ત્ર બનીને, ઘોર આતાપનાને સહન કરતાં, પોતાના કુળદેવતા મેઘમુખ નામના નાગકુમારોનું મનમાં ધ્યાન કરતાં અઠ્ઠમ તપમાં લીન બને છે. ત્યારે તેઓના અઠ્ઠમતપના પરિણામથી મેઘમુખ નાગકુમાર દેવોનું આસન ચલાયમાન થાય છે. ६६ तए णं मेहमुहा णागकुमारा देवा आसणाई चलियाई पासंति पासित्ता ओहिं पउजति, पउंजित्ता आवाडचिलाए ओहिणा आभोएंति, आभोएत्ता अण्णमण्णं सद्दार्वेति, सद्दावेत्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया! जंबुद्दीवे दीवे उत्तरडभरहे वासे आवाडचिलाया सिंधूए महाणईए वालुयासंथारोवगया उत्ताणगा अवसणा अट्ठमभत्तिया अम्हे कुलदेवए मेहमुहे णागकुमारे देवे मणसीकरेमाणा-मणसीकरेमाणा चिटुंति, तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं आवाडचिलायाणं अंतिए पाउब्भवित्तए त्ति कटु अण्णमण्णस्स अंतिए एयमट्ठ पडिसुर्णेति, पडिसुणेत्ता ताए उक्किट्ठाए