________________
| १७ |
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
|५८ तए णं तेसिं आवाडचिलायाणं अण्णया कयाई विसयंसि बहूई उप्पाइयसयाई पाउब्भवित्था तं जहा- अकाले गज्जियं, अकाले विज्जुयं, अकाले पायवा पुप्फंति, अभिक्खणं-अभिक्खणं आगासे देवयाओ णच्चंति ।
तए णं ते आवाडचिलाया विसयंसि बहूई उप्पाइयसयाई पाउब्भूयाइं पासंति पासित्ता अण्णमण्णं सद्दावेति सद्दावेत्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया! अम्हं विसयंसि बहूई उप्पाइयसयाई पाउब्भूयाइं तंजहा- अकाले गज्जियं, अकाले विज्जुया, अकाले पायवा पुप्फंति, अभिक्खणं-अभिक्खणं आगासे देवायाओ णच्चंति, तं ण णज्जइ णं देवाणुप्पिया! अहं विसयस्स के मण्णे उवद्दवे भविस्सइ त्ति कटु ओहयमण-संकप्पा चिंत्तासोगसागरं पविट्ठा करयलपल्हत्थमुहा अट्टज्झाणोवगया भूमिगयदिट्ठिया झियायति । ભાવાર્થ :- સમયે ચક્રવર્તીના આગમન પૂર્વે તે આપાતકિરાતોના દેશમાં અકસ્માત્ સેંકડો ઉત્પાતઅશુભ, અનિષ્ટ સૂચક નિમિત્ત પ્રગટ થાય છે. તે આ પ્રમાણે છે– અકાળે ગાજવીજ થાય છે, અકાળે વીજળી ચમકે છે, અકાળે વૃક્ષો પુષ્પિત થાય છે અને આકાશમાં દેવ, ભૂત, પ્રેત વારંવાર નૃત્ય કરે છે.
આપાતકિરાતો પોતાના દેશમાં આવા સેંકડો અશુભ સૂચક નિમિત્તોને પ્રગટ થતાં જોઈને એક-બીજાને બોલાવીને પરસ્પર કહે છે કે- “હે દેવાનુપ્રિયો ! આપણા દેશમાં અકાળે ગાજવીજ, અકાળે વૃક્ષ ઉપર ફૂલ આવવાં, આકાશમાં વારંવાર ભૂત પ્રેતોનું નૃત્ય વગેરે સેંકડો અશુભ નિમિત્ત પ્રગટ થાય છે. હે દેવાનુપ્રિયો! કોને ખબર આપણા દેશમાં કેવા ઉપદ્રવ થશે?” (આ રીતે પરસ્પર વિચાર વિનિમય કરતાં) તેઓ શૂન્યમનસ્ક થઈ જાય છે; રાજ્યભ્રંશ, ધન અપહરણ આદિની ચિંતાથી શોકસાગરમાં ડુબી જાય છે: લમણે હાથ દઈને જમીન પર નીચી દષ્ટિ રાખીને વિચારમાં ગરકાવ થઈ, આર્તધ્યાન કરે છે. ५९ तए णं से भरहे राया चक्करयणदेसियमग्गे जाव समुद्दरवभूयं पिव करेमाणे करेमाणे तिमिसगुहाओ उत्तरिल्लेणं दारेणं णीइ ससिव्व मेहंधयारणिवहा ।। ભાવાર્થ:- ત્યારપછી ચક્રનું અનુસરણ કરતા યાવત્ સમુદ્રના ઘૂઘવાટાની જેમ અવાજ અને સિંહનાદ વગેરે કરતાં, સૈન્યથી યુક્ત ભરતરાજા અંધકારપૂર્ણ, કાળાડીબાગ વાદળામાંથી ચંદ્રની જેમ તિમિસ ગુફાના ઉત્તરી દ્વારથી બહાર નીકળે છે.
६० तए णं ते आवाडचिलाया भरहस्स रण्णो अग्गाणीयं एज्जमाणं पासंति पासित्ता आसुरत्ता रुट्टा चंडिक्किया कुविया मिसिमिसेमाणा अण्णमण्णं सद्दावेंति, सद्दावेत्ता एवं वयासी- एसणं देवाणुप्पिया! केइ अप्पत्थियपत्थए दुरंतपंतलक्खणे