________________
ત્રીજો વક્ષસ્કાર
[ ૧૭૫ ]
- -
,
-
નિમરના
નદી
T ૩ યો
- ૩યો
7અર૧
M
૧ર યો.
બી/ / ||
આ પ્રત્યેક મંડલ ૫00 ધનુષ્ય લાંબા પહોળા અને સાધિક ત્રણ ગણી ગુફાગત નદીઓ
પરિધિવાળા હોય છે. પ્રત્યેક મંડલનો પ્રકાશ ઉત્તર-દક્ષિણ દિશામાં બંને બાજુએ ઉત્તરી દ્વારા
એક-એક યોજન, પૂર્વ-પશ્ચિમ દિશામાં ગુફાની પહોળાઈ જેટલો અર્થાત્ ૧૨. | યોજન પર્યત અને ઉપર-નીચે ૮ યોજન પર્યત ફેલાય છે. ઉન્મગ્ન જલા-નિમગ્નજલા નદીનું સ્થાન - તિમિસ ગુફામાં દક્ષિણી દ્વારથી ૨૧ યોજન અને તે દ્વારના ટોડાથી ૧૭ યોજન અંદર જતાં ઉન્મગ્નજલા નદી આવે છે. તે નદી ૩ યોજન પહોળી અને ૧૨ યોજન લાંબી છે. ઉન્મગ્નજલા નદીથી ૨ યોજનના અંતરે અને તિમિસ ગુફાના ઉત્તરી દ્વારથી ૨૧ યોજન તથા
તેના ટોડાથી ૧૭ યોજન અંદર નિમગ્નજલા નદી છે. તે પણ ત્રણ યોજન પહોળી ઉમશ્ના
અને ૧ર યોજન લાંબી છે. નદી
ઉન્મગ્નજલા નદીમાં પડતી કોઈ પણ વસ્તુ તથા પ્રકારના સ્વભાવે ઉપર જ રહે છે | અને નિમગ્નજલા નદીમાં પડતી કોઈપણ વસ્તુ તથાપ્રકારના સ્વભાવે નીચે ડૂબી
જાય છે. તેમ છતાં વર્ધકીરત્ન પોતાની અચિંત્ય શક્તિના પ્રભાવે તે નદી ઉપર પુલ ***૪૪)
બનાવી શકે છે અને ચક્રવર્તીના જીવનકાળ પર્યત તે પુલ યથાવત્ રહે છે. દક્ષિણ દ્વાર ઉત્તરાર્ધ ભરત : કિરાત વિજય :५७ तेणं कालेणं तेणं समएणं उत्तरडभरहे वासे बहवे आवाडा णाम चिलाया परिवसंति । अड्डा दित्ता वित्ता विच्छिण्णविउलभवण-सयणासण-जाणवाहणाइण्णा बहुधण-बहुजायरूवरयया आओगपओगसंपउत्ता विच्छड्डियपउरभत्तपाणा बहुदासीदास गोमहिस गवेलगप्पभूया बहुजणस्स अपरिभूया सूरा वीरा विक्कंता विच्छिण्ण-विउलबलवाहणा बहुसु समरसंपराएसु लद्धलक्खा यावि होत्था । ભાવાર્થ :- કાળે-ત્રીજા, ચોથા આરામાં, તે સમયે-ચક્રવર્તીના દિગ્વિજય યાત્રા સમયે ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં આપાત નામના કિરાતો રહેતા હોય છે. તેઓ સંપત્તિશાળી, પ્રભાવશાળી અને પોતાની જાતિમાં પ્રખ્યાત હોય છે. તેઓ ભવનો, શયનાસનો, રથાદિ યાનો, અશ્વાદિ વાહનો વગેરે વિપુલ સાધન સામગ્રી તથા સોનું, ચાંદી વગેરે પુષ્કળ ધનના માલિક હોય છે. તેઓ સંપત્તિના આદાન પ્રદાન અને દ્રવ્યોપાર્જન રૂપ વ્યાપારમાં સંલગ્ન હોય છે. તેઓને ત્યાં વિપુલ પ્રમાણમાં ખાધ સામગ્રી બનાવવામાં આવે છે અથવા તેમને ત્યાં ભોજન કર્યા પછી પણ પ્રચુર માત્રામાં ખાધ-પેય સામગ્રી વધે છે. તેમને ત્યાં ઘણા દાસ, દાસી, ગાય, ભેંસ, બળદ હોય છે. તેઓ અપરિભૂત હોય છે અર્થાત્ અનેક લોકો મળીને પણ તેને હરાવી શકતા નથી, તેઓ પ્રતિજ્ઞા પાલનાદિમાં શૂર; દાનાદિ આપવામાં તેમ જ યુદ્ધ કરવામાં વીર અને વિક્રાંત-ભૂમંડળ પર-સંપૂર્ણ પૃથ્વી પર એક સાથે આક્રમણ કરવામાં સમર્થ હોય છે. તેઓ પાસે વિપુલ પ્રમાણમાં સૈન્ય, વાહનો હોય છે. મહાયુદ્ધમાં પણ લબ્ધલક્ષ્ય(લક્ષ્યવેધમાં શક્તિશાળી) હોય છે.