________________
ત્રીજી વક્ષસ્કાર
| ૧૭૭ |
हीणपुण्ण- चाउद्दसे हिरिसिरिपरिवज्जिए, जे णं अम्हं विसयस्स उवरिं वीरिएणं हव्वमागच्छइ। तं जहा णं घत्तामो देवाणुप्पिया ! जहा णं एस अम्हं विसयस्स उवरिं वीरिएणं णो हव्वमागच्छइ त्ति कटु अण्णमण्णस्स अंतिए एयमटुं पडिसुर्णेति पडिसुणेत्ता सण्णद्धबद्धवम्मियकवया उप्पीलियसरासणपट्टिया पिणद्धगेविज्जा बद्धआविद्ध विमलवरचिंधपट्टा गहियआउहप्पहरणा जेणेव भरहस्सरण्णो अग्गाणीयं तेणेव उवागच्छंति उवागच्छित्ता भरहस्स रण्णो अग्गाणीएण सद्धिं संपलग्गा यावि દWિા ભાવાર્થ :- આપાત કિરાતો ભરત રાજાની અગ્રસેનાને પોતાના દેશમાં પ્રવેશતાં જોઈને તત્કાળ અત્યંત કુદ્ધ, રુષ્ટ, વિકરાળ અને તીવ્ર ક્રોધથી લાલઘૂમ બની પરસ્પર એક-બીજાને બોલાવી આ પ્રમાણે કહે છે“હે દેવાનુપ્રિયો! મૃત્યુને ઇચ્છનારો, અશુભ લક્ષણવાળો, હીન પુણ્ય ચૌદશના અશુભ દિવસે જન્મેલો, અભાગી, લજ્જા અને શોભાથી રહિત, તે કોણ છે કે જે આપણા દેશ ઉપર વીર્યપૂર્વક આક્રમણ કરવા આવી રહ્યો છે? હે દેવાનુપ્રિયો ! આપણે તેની સેનાને વેર-વિખેર કરી નાખીએ. જેથી તે આપણા દેશ ઉપર બળપૂર્વક આક્રમણ કરી શકે નહીં.” આ પ્રમાણે પરસ્પર વિચાર કરી તેઓ પોતાના કર્તવ્યનો(આક્રમણનો સામનો કરવાનો) નિર્ણય કરે છે. તે પ્રમાણે નિર્ણય કરીને તેઓ કવચ ધારણ કરીને, પ્રત્યંચા ચઢાવેલા ધનુષ્યો ગ્રહણ કરીને, ગળામાં ગ્રીવારક્ષક- 'ગ્રેવેયક' નામનું ઉપકરણ વિશેષ પહેરીને, વીરતા સૂચકચિહ્નપટ(વસ્ત્ર વિશેષ) મસ્તક પર બાંધીને, આયુધો અને પ્રહરણો ગ્રહણ કરીને ભરતરાજાની અગ્રસેનાની સમીપે આવીને તેમની સાથે યુદ્ધ કરે છે. |६१ तएणं ते आवाडचिलाया भरहस्सरण्णो आगाणीयं हयमहिय-पवरवीरघाइयविवडिय-चिंधद्धय-पडागं किच्छप्पाणोवगयं दिसोदिसि पडिसेहिति । ભાવાર્થ :- આપાત કિરાતો ભરત રાજાની સેનાના અગ્રભાગના કેટલાક વિશિષ્ટ યોદ્ધાઓને મારી નાખે છે; કેટલાકને ધાયેલ કરે છે; કેટલાકને આઘાત પહોંચાડે છે; તેઓની ગરુડ આદિ ચિહ્નોથી યુક્ત ધ્વજા-પતાકાઓનો નાશ કરે છે; ભરતરાજાની અગ્રસેનાના શેષ સૈનિકો પોતાના પ્રાણ બચાવા ચારે બાજુ દશે દિશાઓમાં ભાગી જાય છે. |६२ तए णं से सेणाबलस्स णेया वण्णओ जाव भरहस्स रण्णो अग्गाणीयं आवाङचिलाएहिं हय-महिय-पवर-वीर जाव दिसोदिसिं पडिसेहियं पासइ पासित्ता आसुरुत्ते रुढे चंडिक्किए कुविए मिसिमिसेमाणे कमलामेलं आसरयणं दुरुहइ । ભાવાર્થ – સૈન્યના નેતા એવા તે સુષેણ સેનાપતિ(સેનાપતિનું વર્ણન પૂર્વવત્ જાણવું) ભરતરાજાની અગ્રસેનાના વીર યોદ્ધાઓને કિરાતો દ્વારા હણાતા, ઘવાતા યાવત્ દસે દિશામાં નાસી જતા જોઈને શુદ્ધ, રુષ્ટ, વિકરાળ અને તીવ્ર ક્રોધથી લાલઘૂમ બની કમલામેલ નામના અશ્વરત્ન ઉપર આરૂઢ થાય છે.