________________
ત્રીજી વક્ષસ્કાર
૧૬૯
છે યાવતુ ભરત રાજા સુષેણ સેનાપતિનો સત્કાર કરે છે, સન્માન કરે છે, સત્કાર-સન્માન કરીને તે પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિયો ! અભિષિક્ત હસ્તિત્વને શીધ્ર તૈયાર કરો યાવત્ અંજનગિરિના શિખરની જેવા તે ગજરાજ ઉપર નરપતિ આરૂઢ થાય છે. ४७ तए णं से भरहे राया मणिरयणं परामुसइ, तो तं [जंणं] चउरंगुलप्पमाणमित्तं च अणग्धं तंसियं छलंसं अणोवमजुइं दिव्वं मणिरयणपतिसमं वेरुलियं सव्वभूयकंतं जेण य मुद्धागएणंदुक्खंण किंचि जायइ, हवइ आरोग्गे यसव्वकालं, तेरिच्छियदेवमाणुसकया य उवसग्गा सव्वे ण करेंति तस्स दुक्खं, संगामे वि असत्थवज्झो होइ णरो मणिवरं धरतो, ठियजोव्वण केस अवट्ठियणहो, हवइ य सव्वभयविप्पमुक्को। तं मणिरयणं गहाय से णरवई हत्थिरयणस्स दाहिणिल्लाए कुंभीए णिक्खिवइ । ભાવાર્થ :- ગજરત્ન પર આરૂઢ થયા પછી ભરત રાજા મણિરત્નને ગ્રહણ કરે છે. તે મણિરત્ન ૪ અંગુલ લાંબુ અને ૨ અંગુલ પહોળું, અમૂલ્ય, ત્રિકોણાકાર-ત્રણ ખૂણા અને છ કોટિ-હાંસવાળું હોય છે, તે અનુપમ ધુતિયુક્ત, દિવ્ય, મણિઓમાં સર્વોત્કૃષ્ટ, વૈડૂર્યમણિની જાતિનું, સર્વ પ્રાણીઓને પ્રિય હોય છે. તેને મસ્તક પર ધારણ કરનારને કોઈપણ જાતનું દુઃખ રહેતું નથી, તેના સર્વ દુઃખ, ચિંતા નાશ પામે; તે સદાકાળ નીરોગી રહે છે, તેના પર તિર્યચ, મનુષ્ય કે દેવકૃત ઉપસર્ગોની અસર થતી નથી; સંગ્રામમાં પણ કોઈ શસ્ત્ર તેનો વધ કરી શકતું નથી, આ શ્રેષ્ઠ મણિને જે મનુષ્ય ધારણ કરે તેનું યૌવન સદાકાળ સ્થિર રહે છે, તેના કેશ-નખ વધતા નથી, તે સર્વ પ્રકારના ભયથી મુક્ત રહે છે. ભરત રાજા તે મણિરત્નને ગ્રહણ કરી, ગજરાજના જમણા કુંભસ્થળ પર(મસ્તકની જમણી બાજુ) સ્થાપિત કરે છે.
४८ तए णं से भरहाहिवे णरिंदे हारोत्थय-सुकयरइयवच्छे अमरवइसण्णिभाए इड्डीए पहियकित्ती मणिरयणकउज्जोए चक्करयणदेसियमग्गे अणेगरायवर-सहस्साणुजायमग्गे महयाउक्किट्ठ-सीहणायबोल-कलकलरवेणं पक्खुभिय समुद्दरव-भूयंपिव करेमाणे-करेमाणे जेणेव तिमिसगुहाए दाहिणिल्ले दुवारे तेणेव उवागच्छइ उवागच्छित्ता तिमिसगुहं दाहिणिल्लेणं दुवारेणं अईइ ससिव्व मेहंधयार-णिवहं । ભાવાર્થ-તે સમયે ભરતક્ષેત્રના અધિપતિ નરેન્દ્ર ભરત ચકીનું હારથી આચ્છાદિત વક્ષ:સ્થળ સુશોભિત અને પ્રીતિકર લાગે છે. યાવતુ અમરપતિ-ઇદ્ર જેવી ઋદ્ધિ, ઐશ્વર્યના કારણે જેની કીર્તિ ફેલાઈ રહી છે, જેના મણિરત્નનો પ્રકાશ ચારે બાજુ પથરાઈ રહ્યો છે, ચક્ર રત્ન જેને ગંતવ્ય માર્ગ નિર્દિષ્ટ કરી રહ્યું છે, હજારો રાજાઓ જેનું અનુગમન કરી રહ્યા છે, તેવા ભરત રાજા સર્વોત્કૃષ્ટ સિંહનાદના અવાજના કારણે જાણે કે સમદ્ર ઘૂઘવાટા કરતો ન હોય તેવો અવાજ કરતાં સૈન્ય સાથે તિમિસ ગુફાના દક્ષિણાવર્તી દ્વારા સમીપે આવે છે. આવીને અંધકાર યુક્ત કાળા વાદળામાં ચંદ્ર પ્રવેશે તેમ અંધકારમયી તિમિસ ગુફામાં દક્ષિણી દ્વારથી પ્રવેશ કરે છે.