________________
ત્રીજી વક્ષસ્કાર
૧૫૯ |
त्ताए समाणीए आउहघरसालाओ तहेव जाव उत्तरपुरस्थिमं दिसिं वेयड्डपव्वयाभिमुहे पयाए यावि होत्था ।
तए णं से भरहे राया तं दिव्वं चक्करयणं उत्तरपुरस्थिमं दिसिं वेयड्डपव्वयाभिमुहं पयायं चावि पासइ पासित्ता जेणेव वेयड्डफव्वए जेणेव वेयड्डस्स पव्वयस्स दाहिणिल्ले णितंब तेणेव उवागच्छइ उवागच्छित्ता वेयड्डस्स पव्वयस्स दाहिणिल्ले णितंबे दुवालसजोयणायाम णवजोयणविच्छिण्णं वरणगरसरिच्छं विजयखंधावारणिवेसं करेइ करेत्ता जाव वेयड्डगिरिकुमारस्स देवस्स अट्ठमभत्तं पगिण्हइ पगिण्हित्ता जाव वेयड्डगिरिकुमारं देवं मणसी करेमाणे करेमाणे चिट्ठइ । तए णं तस्स भरहस्स रण्णो अट्ठमभत्तंसि परिणममाणंसि वेयड्डगिरिकुमारस्स देवस्स आसणं चलइ, एवं सिंधुगमो णेयव्वो, पीइदाणं-आभिसेक्कं रयणालंकारं कडगाणि य तुडियाणि य वत्थाणि य आभरणाणि य गेण्हइ गेण्हित्ता ताए उक्किट्ठाए जाव अट्ठाहियं णिवत्ता । ભાવાર્થ – સિંધુદેવીનો અષ્ટાહ્નિકા મહોત્સવ પૂર્ણ થતાં દિવ્ય ચક્રરત્ન પૂર્વવત્ શસ્ત્રાગારથી બહાર નીકળે અને ઉત્તરપૂર્વ દિશામાં વૈતાઢય પર્વત તરફ પ્રયાણ કરે છે.
ભરતરાજા તે દિવ્ય ચક્રરત્નને ઉત્તરપૂર્વ દિશામાં વૈતાઢય પર્વત તરફ જતાં જુએ છે અને તેને અનુસરતા વૈતાઢય પર્વતની દક્ષિણ દિશા તરફની તળેટી સમીપે આવીને, બાર યોજન લાંબો અને નવ યોજન પહોળો સૈન્યનો પડાવ નાખે છે. વૈતાઢયકુમાર દેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપનો સ્વીકાર કરે છે, વૈતાઢયગિરિકમારના ધ્યાનમાં એકાગ્ર બને છે. તે અઠ્ઠમ તપના પરિણામે વૈતાઢયગિરિકુમારનું આસન કિંપિત થાય છે, આસન કંપિત થતાં તે દેવ અવધિજ્ઞાનનો ઉપયોગ કરે છે વગેરે વર્ણન સિંધુદેવી પ્રમાણે જાણવું. વૈતાઢ્યગિરિકુમાર દેવ, ભરતરાજાને પ્રીતિદાન-ભેટ આપવા માટે અભિષેક યોગ્ય, રાજાને પહેરવા યોગ્ય રત્નાલંકાર-મુગટ, કટક, ત્રુટિત, વસ્ત્ર અને બીજા આભૂષણો લઈને તીવ્ર ગતિથી રાજા પાસે આવે છે યાવતુ અષ્ટાલિકા ઉત્સવ ઉજવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૈતાઢયગિરિકુમાર દેવને વશવર્તી બનાવવાનું વર્ણન છે. વૈતાઢ્યગિરિકમાર દેવનું આવાસ સ્થાન :- વૈતાઢય પર્વતના નવ કૂટમાંથી પાંચમા વૈતાઢયકૂટ ઉપર વૈતાઢયગિરિકુમાર દેવનું આવાસ સ્થાન છે. તે સિંધુદેવીના ભવનથી ઈશાન કોણમાં છે. તે દેવને વશવર્તી બનાવવા ચક્રવર્તી દક્ષિણવર્તી વૈતાઢ્ય પર્વતના વૈતાઢ્ય કૂટની તળેટી સમીપે આવી અટ્ટમ પૌષધ કરે છે. શેષ વર્ણન સૂત્રાર્થથી સ્પષ્ટ છે.