________________
૧૦ |
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
કૃતમાલ દેવ વિજય :|३१ तए णं से दिव्वे चक्करयणे वेयड्डगिरिकुमारस्स देवस्स अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए पच्चत्थिमं दिसिं तिमिसगुहाभिमुहे पयाए यावि होत्था । जाव तिमिसगुहाए अदूरसामंते वरणगरसरिच्छं विजयखंधावारणिवेसं करेइ कयमालस्स देवस्स अट्ठमभत्तं पगिण्हइ जाव कयमालगं देवं मणसीकरेमाणेमणसीकरेमाणे चिट्ठइ । तए णं तस्स भरहस्स रण्णो अट्ठमभत्तंसि परिणममाणंसि कयमालस्स देवस्स आसणं चलइ तहेव जाव वेयड्डगिरिकुमारस्स णवरं पीइदाणं इत्थीरयणस्स तिलगचोद्दसं भंडालंकारं कडगाणि य तहेव जाव अट्ठाहिया બૂિત્તા | ભાવાર્થ :- વૈતાઢયગિરિમાર દેવનો અણહ્નિકા મહોત્સવ પૂર્ણ થયા પછી તે દિવ્ય ચક્રરત્ન પશ્ચિમ દિશામાં તિમિસ ગુફા તરફ પ્રયાણ કરે છે. ભરતરાજા તે દિવ્ય ચક્રરત્નને પશ્ચિમ દિશામાં તિમિસ ગુફા તરફ જતાં જુએ છે. યાવત્ તિમિસ ગુફાથી ન અતિ દૂર કે ન અતિ નજીક શ્રેષ્ઠ નગર જેવો સૈન્યનો પડાવ નાખે છે યાવત કતમાલદેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપ કરે છે અને મનમાં કતમાલદેવનું ધ્યાન કરે છે. આ પ્રમાણે ભરતરાજાના અઠ્ઠમ તપના પરિણામથી કૃતમાલ દેવનું આસન ચલાયમાન થાય છે. શેષ વર્ણન વૈતાઢયગિરિકુમાર પ્રમાણે જાણવું. વિશેષતા એ છે કે કૃતમાલદેવ ભરતરાજાને સ્ત્રીરત્નના તિલક સુધીના ચૌદ અલંકારની પેટી તથા કટક, ત્રુટિત ભેટમાં આપે છે યાવત કતમાલદેવનો અણહ્નિકા મહોત્સવ ઉજવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કૃતમાલદેવને વશવર્તી બનાવવાનું વર્ણન છે. કતમાલ દેવ આવાસ સ્થાન :- વૈતાઢય પર્વતના નવકૂટમાંથી સાતમું તિમિસ ગુફા કૂટ છે. આ કૂટમાં કતમાલ દેવનું આવાસ સ્થાન છે. તે વૈતાઢયકૂટથી પશ્ચિમ દિશામાં છે. આ દેવ પર વિજય મેળવવા ચક્રવર્તી તિમિસકૂટની તળેટીમાં તિમિસ ગુફાની સમીપે સ્થિત થાય છે. તિનાવો:- ચૌદમું તિલક નામનું લલાટનું આભરણ છે. કૃતમાલ દેવ સ્ત્રીરત્ન માટે ચૌદ રત્ન અલંકારથી યુક્ત મંજુસા-પેટી ચક્રવર્તીને ભેટ આપે છે. તે ચૌદ અલંકારના નામ આ પ્રમાણે છે– (૧) હાર (૨) અર્ધહાર (૩) રઈગ (૪) કનક (૫) રત્ન () મુક્તાવલી (૭) કેયૂર (૮) કટક-કડા (૯) ત્રુટિત-બાજુબંધ (૧૦) મુદ્રા-વીંટી (૧૧) કુંડળ (૧૨) ઉરસૂત્ર (૧૩) ચૂડામણિ (૧૪) તિલક. દક્ષિણ સિંધુ નિકૂટ વિજય :|३२ तए णं से भरहे राया कयमालस्स अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए