________________
[ ૧૫૮ ]
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :- પ્રભાસતીર્થ કુમાર દેવના વિજયનો અષ્ટાલિકા મહોત્સવ પૂર્ણ થઈ ગયા પછી તે દિવ્ય ચક્રરત્ન શસ્ત્રાગારથી બહાર નીકળે છે યાવત્ સિંધુ મહાનદીના દક્ષિણી કિનારે થઈને, પૂર્વ દિશામાં સિંધુદેવીના ભવન તરફ પ્રયાણ કરે છે.
ભરતરાજા તે દિવ્ય ચક્રરત્નને સિંધુ મહાનદીના દક્ષિણી કિનારે થઈને પૂર્વ દિશામાં સિંધુદેવીના ભવન તરફ જતાં જુએ છે. તેથી તે મનમાં ખૂબ આનંદ પામી, સંતુષ્ટ થઈને ચક્રને અનુસરતા સિંધુદેવીના ભવન સમીપે આવે છે, આવીને સિંધુદેવીના ભવનથી ન અતિ દૂર કે ન અતિ નજીક, બાર યોજન લાંબો અને નવ યોજન પહોળો, શ્રેષ્ઠ નગર જેવો સૈન્ય સ્કંધાવાર-પડાવ કરે છે યાવતું સિંધુદેવીને ઉદ્દેશીને અઠ્ઠમ તપનો સ્વીકાર કરે છે. આ અઠ્ઠમ પૌષધમાં ભરત રાજા મનમાં સિંધુદેવીનું ધ્યાન ધરે છે અને તે અઠ્ઠમ તપના પરિણામથી સિંધુદેવીનું આસન ચલાયમાન થાય છે અર્થાતુ અંગ સ્કુરાયમાન થાય છે. પોતાનું આસન ચલાયમાન થતાં સિંધુદેવી અવધિજ્ઞાનનો ઉપયોગ કરે છે. અવધિજ્ઞાનથી તે ભરતરાજાને જુએ છે, જોઈને દેવીના મનમાં આ પ્રમાણે ચિંતન, વિચાર, મનોભાવ અને સંકલ્પ ઉત્પન્ન થાય છે કે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ભરત નામના ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયા છે. અતીત, વર્તમાન, અનાગત સિંધુદેવીઓનો પરંપરાગત વ્યવહાર છે કે તેઓ રાજાને ભેટ આપે. તેથી હું પણ જાઉં અને રાજાને ઉપહાર આપું. આ પ્રમાણે વિચાર કરીને તે દેવી રત્નોથી ભરેલા ૧૦૦૮ કુંભ અને વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ, રત્નથી નિર્મિત સોનાના બે ભદ્રાસન, કડા, બાજુબંધ અને બીજા આભૂષણો લઈને તીવ્ર ગતિપૂર્વક ત્યાં આવે છે અને રાજાને કહે છે કે “હે દેવાનુપ્રિય! આપે સંપૂર્ણ ભરતક્ષેત્ર પર વિજય મેળવ્યો છે. હું આપના રાજ્યમાં નિવાસ કરનારી, આપની આજ્ઞાકારિણી સેવિકા છું. હે દેવાનુપ્રિય! રત્નથી ભરેલા એક હજાર આઠ કળશ, વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ, રત્નોથી નિર્મિત આ બે ભદ્રાસનો વગરેનો ભેટરૂપે સ્વીકાર કરો."
રાજા તે ભેટનો સ્વીકાર કરે છે વગેરે વર્ણન પૂર્વવતુ જાણવું યાવતુ અષ્ટાહ્નિકા મહોત્સવ ઉજવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સિંધુદેવીને વશવર્તી બનાવવાનું વર્ણન છે. સિંધુદેવી ભવન :- મહર્તિક દેવ-દેવીઓના ભવનો અનેક સ્થાને હોય છે. જેમ કે સિંધુદેવીનું એક ભવન ઉત્તર ભરતક્ષેત્રમાં સિંધુ નદી જ્યાં સિંધુપ્રપાત કુંડમાં પડે છે, તે કુંડમાં સિંધુ દ્વીપ ઉપર છે અને બીજું એક ભવન, સિંધુનદી વૈતાઢય પર્વતની નીચેથી નીકળી દક્ષિણ ભરતક્ષેત્રમાં ઉત્તરથી દક્ષિણ દિશામાં વિનીતા નગરીની સમાંતર રેખામાં વહેતી-વહેતી જ્યાંથી પશ્ચિમ દિશા તરફ વળાંક લે છે, તે પશ્ચિમી વળાંક સમીપે છે. ચક્રવર્તી છ ખંડની વિજયયાત્રા દરમ્યાન દક્ષિણ ભરતક્ષેત્રમાં સિંધુ નદીના પશ્ચિમ વળાંક પાસે સિંધુ દેવીનું જે ભવન છે, ત્યાં આવીને અઠ્ઠમ તપરાધના કરીને સિંધુ દેવી ઉપર વિજય મેળવે છે.
વૈતાઢય વિજય :| ३० तए णं से दिव्वे चक्करयणे सिंधूए देवीए अट्ठाहियाए महामहिमाए णिव्व