________________
ત્રીજો વક્ષસ્કાર
[ ૧૫૩]
હાર, કાશ તૃણ વિશેષ જેવા શ્વેત હોય છે. તે અશ્વોની ગતિ દેવ, મન અને વાયુની ગતિને પરાસ્ત કરે તેવી હોય છે. તે અશ્વોના અંગો ચાર ચમરોથી અને સુવર્ણાભરણથી વિભૂષિત હોય છે. તે રથ છત્ર, ધ્વજા, ઘંટડીઓ અને પતાકાઓથી યુક્ત હોય છે. તેની સંધીઓનું જોડાણ સુંદર રીતે કરાયેલું હોય છે. સમર કનક નામના સંગ્રામવાધના ઘોષ જેવો તેનો ગંભીર ઘોષ હોય છે. તે રથના બંને પૈડા પરનું ઢાંકણ સુંદર હોય છે. ચક્રયુક્ત નેમિમંડળ-ચક્રની ધાર સુંદર હોય છે. તેના ધંસરના બંને ખૂણા સુંદર હોય છે. તેની વજરત્નથી આબદ્ધ બંને નાભિ(તુંબ) સુંદર હોય છે. તે શ્રેષ્ઠ સુવર્ણથી વિભૂષિત હોય છે.
તે સુયોગ્ય શિલ્પકારો દ્વારા નિર્મિત હોય છે, તે ઉત્તમ ઘોડાઓથી યુક્ત હોય છે. તેની લગામ નિપુણ સારથિના હાથમાં હોય છે. તે રથ ઉત્તમોત્તમ રત્નોથી સુશોભિત હોય; તે નાની નાની સોનાની ઘંટડીઓથી શોભતો હોય છે, શત્રુથી અજેય હોય છે. તેનો રંગ વિધુત, તપ્ત સુવર્ણ, કમળ, જપાકુસુમ, દીપ્ત અગ્નિ અને પોપટની ચાંચ જેવો લાલ હોય છે. તેનું તેજ-પ્રકાશ ચણોઠીના અર્ધભાગ, બંધુજીવક પુષ્પ, સારી રીતે ચૂંટેલ હિંગુલરાશિ, સિંદૂર, રુચિકર કુંકુમ, કબૂતરના પગ, કોયલની આખ, અધરોષ્ઠનીચેનો હોઠ, મનોહર રક્ત અશોકવૃક્ષ, સુવર્ણ, પલાશપુષ્પ, હાથીનું તાળવું, ઇન્દ્રગોપક-વરસાદમાં ઉત્પન્ન થનારા લાલરંગના નાનાં નાનાં જીવડાં જેવું લાલ હોય છે. તેની કાંતિ બિંબફળ, શિલાપ્રવાલ અને ઊગતા સુર્ય જેવી હોય છે. સર્વ ઋતુઓના સુગંધિત પુષ્પોની ગૂંથેલી માળાઓ રથ પર લટકતી હોય છે. તેના પર ઉન્નત્ત-ઊચી શ્વેત ધ્વજા લહેરાતી હોય છે. મહામેઘની ગર્જના જેવો તેનો ઘોષ અત્યંત ગંભીર હોય છે. તે ઘોષ શત્રુના હૃદયને કંપાવે છે. જગવિખ્યાત, લોકવિશ્રુત, મહા યશસ્વી એવા ભરત રાજા સવારે પૌષધ પાળીને અને અઠ્ઠમ તપ રૂપ પૌષધનું પારણું કર્યા વિના ચતુર્ઘટ “પૃથ્વી વિજયલાભ" નામના અશ્વરથ પર આરૂઢ થાય છે.
२६ तए णं से भरहे राया चाउग्घंटं आसरहं दुरूढे समाणे सेसं तहेव जहा मागहे तित्थे णवरं दाहिणाभिमुहे वरदामतित्थेणं लवणसमुदं ओगाहइ जाव से रहवरस्स कुप्परा उल्ला एवं जाव पीइदाणं से, णवरं हार मउड कुंडलस्स ठाणे चूडामणिंच दिव्वं उरत्थगेविज्जगं सोणियसुत्तगं भाणियव्वं तहेव मागधतित्थोदगस्स ठाणे वरदाम तित्थोदगं । एवं दाहिणिल्ले अंतवाले सेसं तहेव जाव अट्ठाहिया णिव्वत्ता । ભાવાર્થ :- અને ત્યારપછી તે ભરતરાજા દક્ષિણ દિશા તરફ આગળ વધતા, વરદામ તીર્થમાં થઈને લવણ સમુદ્રમાં પોતાના રથની ધરી ડૂબે ત્યાં સુધી પ્રવેશ કરે છે. યાવત માગધતીર્થ કુમારની જેમજ ચક્રવર્તીને ભેટ આપે છે. તેમાં તફાવત એ છે કે હાર, મુકુટ અને કુંડલના સ્થાને વરદામતીર્થકુમાર દેવ ભરતરાજાને દિવ્ય ચૂડામણિ(મસ્તકનું આભૂષણ); વક્ષ:સ્થળનું આભૂષણ; ગળામાં પહેરવાના અલંકાર; કમરમાં પહેરવાનો કંદોરો, વસ્ત્ર અને બીજા આભૂષણો વગેરે ભેટમાં આપીને કહે છે કે “હું આપનો દક્ષિણદિશાનો અંતિપાલ છું. હું ઉપદ્રવનિવારક, સીમારક્ષક બનું છું." શેષ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત અણહ્નિકા મહોત્સવ ઉજવાય છે.