________________
[ ૧૫ર |
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
कासप्पगासधवलेहिं अमरमण-पवणजइण-चवल-सिग्घगामीहिं चउहिं चामराकणगभूसियंगेहिं तुरगेहिं सच्छत्तं सज्झयं सघंटं सपडागं सुकयसंधिकम्मं सुसमाहियसमरकणग-गंभीरतुल्लघोसं वरकुप्परं सुचक्कं वरणेमीमंडलं वरधुरातोंडं वरवइरबद्धतुंबंवरकंचणभूसियं वरायरियणिम्मियं वरतुरगसंपउत्तं वरसारहि- सुसंपग्गहियं वरपुरिसे वरमहारहं दुरूढे आरूढे ।
पवर-रयणपरिमंडियं कणय खिखिणीजालसोभियं अउज्झं सोयामणि-कणगतविय-पंकय-जासुयण-जलणजलिय-सुयतोंडरागं गुंजद्ध-बंधुजीवग-रक्त-हिंगुलगणिगर-सिंदूस्रुइलकुंकुमपारेवयचलण णयणकोइलदसणावरणरइयातिरेग-रत्तासोगकणग-केसुय-गयतालु-सुरिंदगोवग- समप्पभप्पगासं बिंबफलसिलप्पवाल-उर्दुत-सूरसरिसं सव्वोउय-सुरभिकुसुम आसत्तमल्लदामंऊसियसेयज्झयं महामेह- रसिय गंभीर णिद्धघोसं सत्तुहिययकंपणं पभाए य सस्सिरीयं, णामेणं पुहविविजय लंभंति विस्सुतं लोगविस्सुयजसो अहयं चाउग्घटं आसरहं पोसहिए णरवई दुरुढे । ભાવાર્થ :- ચકવર્તીનો તે રથ પૃથ્વીતલ પર શીઘ્રગામી અને ઉત્તમ લક્ષણોથી યુક્ત હોય છે. તેનું નિર્માણ હિમવંત પર્વતની નિર્વાત કંદરાઓમાં સંવર્ધિત, વિવિધ પ્રકારના તિનિશ વૃક્ષોના કાષ્ઠથી કરવામાં આવે છે. તેનું ધૂસર જંબૂનદ નામના સુવર્ણથી નિર્મિત હોય છે. તેના ચક્ર કનકમય, લઘુદંડ જેવા આરાથી યુક્ત હોય છે. તે રથ પુલાક રત્ન, વજરત્ન, ઇન્દ્રનીલ રત્ન, સાસગ રત્ન, પ્રવાલ રત્ન, સ્ફટિક રત્ન વગેરે વિવિધ પ્રકારના રત્નો તથા ચંદ્રકાંતાદિ મણિ અને મુંગા-પ્રવાલથી વિભૂષિત હોય છે. તે રથના પૈડાઓના ૪૮ આરા (એક-એક પૈડાના ૧૨-૧૨ આરા, ૪ પૈડાના ૧૨૪૪ = ૪૮ આરા) રક્ત સુવર્ણમય પટીઓથી સુદઢ રીતે તુંબ-નાભિ સાથે જોડાયેલા હોય છે. તે પૈડાની ચક્રપરિધિમાં ઘસીને સાફ કરેલી, નવી-નવી પટીઓ સારી રીતે જડેલી હોય છે અને તેની મજબૂતાઈ માટે ઠેકઠેકાણે લગાડેલી લોખંડની પટીઓ અને ખીલીઓથી તે અતિ મનોહર દેખાય છે (ટીકાનુસાર તેના અવયવો નવીન લોખંડ અને નવીન ચર્મથી આબદ્ધ હોય છે.) તેના પૈડા વાસુદેવના ચક્રરત્ન જેવા દેખાય છે. તે રથમાં બાંધેલી જાળીમાં કર્કેતન રત્ન, ઇન્દ્રનીલ રત્ન, સાસગ રત્ન જડેલા હોય છે. તેની ધુરા પ્રશસ્ત, વિસ્તીર્ણ અને સમ હોય છે. તે ધુરા ચળકતા સુવર્ણથી નિર્મિત હોય છે. તે શ્રેષ્ઠ નગરની જેમ સુરક્ષિત હોય છે. (અથવા જેમ દરવાજાને છોડીને કિલ્લાના દ્વાર ગુપ્ત હોય છે તેમ સારથિના સ્થાનને છોડીને ધુરા ગુપ્ત હોય છે, દેખાતી નથી.) તેની રાશ શ્રેષ્ઠ કિરણોવાળા તપનીય સુવર્ણથી બનેલી હોય છે. તે રથમાં શોભા માટે અનેક સ્થાને કવચો સ્થાપિત હોય છે. તે અસ્ત્ર, શસ્ત્રથી પરિપૂરિત હોય છે. તે ઢાલ, બાણ વિશેષ, ધનુષ્ય, મંડલાગ્ર-તલવાર વિશેષ, ત્રિશલ, ભાલા, તોમર-બાણ વિશેષ, સેંકડો બાણો જેમાં હોય તેવા ૩ર ભાથાથી મંડિત હોય છે. તે આયુધો કનક, રત્નથી નિર્મિત, ચિત્રોથી ચિત્રિત હોય છે. તેમાં જોડાયેલા ઘોડાઓ હલીમુખ, બગલા, હાથીદાંત, ચંદ્ર, મોતી, મલ્લિકા, કુંદ, કટજ, નિર્ગુડી અને કુંદલ-મોગરાના શ્વેત પુષ્પો, ઉત્તમ ફીણ સમૂહ, મોતીના