________________
૧૫૪ ]
શ્રી જંબડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તીના વરદામતીર્થના વિજયનું વર્ણન છે. વરદામતીર્થ સ્થાન - દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રના દક્ષિણી લવણ સમુદ્રના કિનારે, વિનીતા નગરીની દક્ષિણમાં બરાબર સીધી રેખાએ અને જંબૂદ્વીપની જગતીની દક્ષિણ દિશાના વૈજયંત નામના દ્વારની સીધી રેખાએ વરદામ તીર્થ છે. વરદામ તીર્થના અધિપતિ દેવ - વરદામ તીર્થકુમાર નામના ભવનપતિ દેવ આ તીર્થના અધિષ્ઠાયક દેવ છે. તેનું ભવન સમુદ્ર તટગત તીર્થથી ૧૨ યોજન દૂર લવણ સમુદ્રની અંદર છે. સૂત્રકારે વરદામતીર્થ વિજયના વર્ણન મધ્યે ચક્રરત્ન, વર્ધકીરત્ન અને ચક્રવર્તીના રથનું વર્ણન કર્યું છે. સૂત્રગત કેટલાક વિશિષ્ટ શબ્દોનું સ્પષ્ટીકરણ
વધૂણું :- વાસ્તુશાસ્ત્ર. વાસ્તુ = ઘર. શુભાશુભ પ્રકારના ઘર, દુકાનાદિ બનાવવા સંબંધી શુભાશુભ દિશા, નક્ષત્ર, સ્થાનાદિ દર્શાવતા શાસ્ત્રને વાસ્તુશાસ્ત્ર કહે છે. વળ્યુષણ = વાસ્તુક્ષેત્ર, ઘરની જગ્યા. વર્ધકી રત્ન વાસ્તુશાસ્ત્રમાં પ્રવીણ હોય છે. પણી પાસુદેવયા - વાસ્તુ શાસ્ત્રાનુસાર વાસ્તુક્ષેત્રમાં દેવોના જુદા-જુદા પદ-ભાગ હોય છે. તે સર્વ ભાગોના સ્વામી ૪૫ દેવો છે. નગર અને રાજાના ગૃહોમાં દેવોના ૪ પદ(ભાગ), પ્રાસાદ તથા મંડપમાં ૧૦૦ પદ અને શેષ ગૃહોમાં ૮૧ પદ હોય છે. તે પદ વડે વાસ્તુની પૂજા કરવામાં આવે છે.
૮૧ પદનું વાસ્તુ
વાસ્તુક્ષેત્રમાં ૮૧ પદનું મંડળ કરે ત્યારે મધ્યમાં બ્રહ્માના ૯ પદ, તેની ૪ દિશામાં અર્યમા દેવ વગેરે ચારના છ-છ પદ (૬૪૪ =) ૨૪ પદ, મધ્યના ૪ ખૂણામાં ૮દેવોના ૨-૨ પદ, ૮ ૪ ૨ = ૧૬ પદ, બહાર ઈશા વગેરે ૩ર દેવના ૩ર પદ ભાગ હોય છે. આ રીતે કુલ (૯ + ૨૪+ ૧૬+ ૩ =) ૮૧ થાય છે.
ખા
સાવિ/
| અર્યમ.
સવિતા)
સો પૃથ્વી
he
બસ.
ich
2-યત
1
2
- ૧ ૬૩
સોનાપાસીય :- સોળ પ્રકારના ગૃહ નિર્માણમાં વર્ધકી રત્ન કુશળ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં ભિન્ન ભિન્ન રીતે શુભાશુભ ગૃહના અનેક પ્રકાર નિર્દિષ્ટ છે. વાસ્તુશાસ્ત્રમાં આલિંદ-ઓસરી, પરસાળ, ગેલેરી કે ઓરડી જેવા નાના ભાગની દિશા અને એક ઓરડાની અપેક્ષાએ ૧૬ પ્રકારના ઘરનું વિધાન છે. અનેક ઓરડાની અપેક્ષાએ ઘરના અનેક પ્રકાર પણ દર્શાવ્યા છે. તેમાંથી ૧૬ પ્રકારના ઘર અને તેનું ફળ આ પ્રમાણે છે. યથા
મંત્રણ
જય
|
| .