________________
ત્રીજી વક્ષસ્કાર
|| ૧૨૯ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભરત નામના ચક્રવર્તીનું વર્ણન છે. મર ખાન..વઠ્ઠી :- આ અવસર્પિણીકાળમાં, ત્રીજા આરામાં અસંખ્યાત કાળ વ્યતીત થયા પછી ભરત નામના ચક્રવર્તી થયા. ગત ઉત્સર્પિણી કાળના ચતુર્થ આરામાં અંતિમ ચક્રવર્તી પછી આ અવસર્પિણીના તૃતીય આરાના અંતિમ ત્રીજા ભાગમાં ભરત ચક્રવર્તી થયા, તેથી કહ્યું છે કે અસંખ્યાત કાળ પછી ભરત ચક્રવર્તી થયા.
વૃત્તિકાર આ શબ્દની અન્ય રીતે વ્યાખ્યા કરે છે. અસંખ્યાત કાળ-વર્ષો પછી ભરત નામના ચક્રવર્તી થાય છે. અસંય વનિ વક્તા સંછનેoldવનિ વક્રવર્તિમાને મરતનામ વવર્તિસગ્નવસુવ | અસંખ્યાત કાળ-વર્ષ પછી પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણી કાળવર્તી ચક્રવર્તી મંડળમાં-૧૨ ચક્રવર્તીમાંથી કોઈ એક ચક્રવર્તીનું નામ ભરત હોય છે. જેમ કે આગામી ઉત્સર્પિણીમાં ભરત નામના પ્રથમ ચક્રવર્તી થશે. આ રીતે પ્રત્યેક અવસર્પિણી ઉત્સર્પિણીકાળમાં બાર ચક્રવર્તીનું થવું તે, એક શાશ્વત નિયમ છે તેમ ભરત નામના એક ચક્રવર્તીનું થવું, તે બાબત પણ શાશ્વત છે. તે ચક્રીના નામ ઉપરથી શાશ્વત એવા ભરતક્ષેત્રનું ભરતક્ષેત્ર એવું નામાભિધાન થયું છે. માત્ર ઋષભ પુત્ર ભરત ઉપરથી નહીં.
અોન - અનેક લક્ષણ. લક્ષણ એટલે ચિ. મહાપુરુષોના શરીર, હાથ-પગના તળિયા પર શુભ, મંગલ વસ્તુઓના રેખા ચિહ્ન હોય છે. નિશીથ ચૂર્ણિમાં કહ્યું છે કે સામાન્ય મનુષ્યને ૩ર લક્ષણો, બળદેવ અને વાસુદેવને ૧૦૮ લક્ષણો અને તીર્થકર તથા ચક્રવર્તીના શરીર પર ૧૦૦૮ લક્ષણો હોય છે. શેષ વર્ણન સૂત્રાર્થથી સ્પષ્ટ છે. વારત રવજી કી :- ચાતુરંત ચક્રવર્તી. જેને અધીન ચક્ર હોય, ચક્રના આધારે જે સંપૂર્ણ ક્ષેત્ર ઉપર વિજય મેળવે છે તે ચક્રવર્તી કહેવાય છે. ચાતુરંત-ચારે દિશાના અંત પર્વતની પૃથ્વી. ભરતક્ષેત્રની અપેક્ષાએ પૂર્વાદિ ત્રણ દિશામાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમવંત પર્વત પર્વતની પૃથ્વીના સ્વામી હોવાથી ચાતુરંત ચક્રવર્તી કહેવાય છે. છત્તીસહિયાથપસ્થિymહિં કુત્તે – ચક્રવર્તી છત્રીસ રાજગુણોના ધારક હોય છે. તે છત્રીસ રાજગુણો આ પ્રમાણે છે– (૧) ખામી રહિત, (અંગોપાંગ) (૨) લક્ષણોથી પૂર્ણ (૩) રૂપસંપત્તિ યુક્ત શરીર (૪) મદ રહિત (૫) પરાક્રમી (૬) યશસ્વી (૭) કૃપાળુ (૮) કળાઓમાં નિપુણ (૯) શુદ્ધ રાજકુળ માં ઉત્પન્ન (૧૦) વૃદ્ધના અનુયાયી (૧૧) ત્રણ પ્રકારની-પ્રભુ, મંત્ર અને ઉત્સાહ નામની શક્તિવાળા (૧૨) પ્રજાનુરાગી (૧૩) પ્રજાના ગુરુ(પિતા તુલ્ય) (૧૪) સમાનરૂપે ત્રણ પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ)ને સાધનારા (૧૫) ભરપૂર ભંડારવાળા (૧૬) સત્ય પ્રતિજ્ઞાવાળા (૧૭) ચર પુરુષોની દષ્ટિથી લાંબો વિચાર કરનારા (૧૯) સિદ્ધિ પર્યત કાર્ય કરનારા (૨૦) શસ્ત્રમાં પ્રવીણ (૨૧) શાસ્ત્રમાં પ્રવીણ (૨૨-૨૩) દુષ્ટના નિગ્રહ, શિષ્ટના અનુગ્રહમાં તત્પર (ર૪) સામ, દામ, દંડ અને ભેદ ઉપાય વડે ઉપાર્જિત લક્ષ્મીવાળા (૨૫) દાનવીર (૨૬) નિશ્ચયથી જય મેળવનારા (૨૭) ન્યાયપ્રિય (૨૮) ન્યાયવેત્તા (ર૯) વ્યસનોના