________________
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ત્યાગી (૩૦) અત્યંત પરાક્રમી (૩૧) ગાંભીર્ય ગુણયુક્ત (૩૨) ઔદાર્ય (૩૩) ચાતુર્યથી ભૂષિત (૩૪) પ્રણામ પર્યંત જ ક્રોધ રાખનારા અર્થાત્ સામી વ્યક્તિ ક્ષમાયાચના કરે ત્યારે તુરંત જ શાંત થઈ જનારા (૩૫) તાત્ત્વિક (૩૬) સાત્ત્વિક.
૧૩૦
समुपजा ઃ– ઉત્પન્ન થાય છે. અર્ધમાગધી ભાષાનુસાર સમુગિત્થા, હોા ક્રિયાપદનો પ્રયોગ ત્રણે કાળ માટે થઈ શકે છે. પ્રસ્તુત વક્ષસ્કારમાં તેનો વર્તમાન કાળ રૂપે અર્થ ગ્રહણ કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત વક્ષસ્કારમાં ચક્રવર્તીની વિજય યાત્રા અને સંપૂર્ણ ભરતક્ષેત્ર પરના વિજયનું વર્ણન છે. પ્રત્યેક ચક્રવર્તી ૧૪ રત્નો આદિ સમાન ઋદ્ધિના ધારક હોય છે, તેમની વિજય યાત્રાનો માર્ગ, વિજયવિધિ સમાન હોય છે. તેઓ એક સમાન પદ્ધતિએ ભરતક્ષેત્રના છ ખંડ ઉપર વિજય મેળવે છે. આવા વૈકાલિક સનાતન સત્યોના વર્ણનોમાં વર્તમાનકાળનો પ્રયોગ થાય છે.
સૂત્રકારે આ સૂત્રના પ્રથમ વાક્યમાં સમુખ્ખિાનો પ્રયોગ કરી, બીજા વાક્યમાં રખ્ખું પસાસેમાળે વિજ્ઞરૂ વર્તમાન ક્રિયાપદનો પ્રયોગ કર્યો છે. આ જ ભાષાશૈલી પછીના સૂત્રોમાં પણ જોવા મળે છે. તેથી સ્પષ્ટ થાય છે કે સૂત્રકાર દ્વારા પ્રયુક્ત સમુખ્રિસ્ત્યા ક્રિયાપદ વર્તમાન કાળવાચી છે. ચક્રરત્નની ઉત્પત્તિ ઃ મહોત્સવ :
३ तए णं तस्स भरहस्स रण्णो अण्णया कयाइ आउहघरसालाए दिव्वे चक्करयणे समुप्पज्जित्था ।
तए णं से आउहघरिए भरहस्स रण्णो आउहघरसालाए दिव्वं चक्करयणं समुप्पण्णं पासइ, पासित्ता हट्टतुट्ठचितमाणंदिए, णंदिए, पीइमणे, परमसोमणस्सिए हरिसवसविसप्पमाणहियए जेणामेव दिव्वे चक्करयणे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता तिक्खुत्तो आयाहिण पयाहिणं करेइ, करेत्ता करयल जाव कट्टु चक्करयणस्स पणामं करेइ, करेत्ता आउहघरसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणामेव बाहिरिया उवट्ठाणसाला, जेणामेव भरहे राया, तेणामेव उवागच्छइ उवागच्छित्ता करलय जाव जएणं विजएणं वद्धावेइ, वद्धावेत्ता एवं वयासी – ए वं खलु देवाणुप्पियाणं आउहघरसालाए दिव्वे चक्करयणे समुप्पण्णे, तं एयणं देवाणुप्पियाणं पियट्टयाए पियं णिवेएमि, पियं भे भवउ । "
ભાવાર્થ :- ત્યારપછી કોઈક સમયે તેમની આયુધશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થાય છે.
ત્યારપછી આયુધશાળાના રક્ષક, આયુધશાળામાં ઉત્પન્ન થયેલા તે દિવ્ય ચક્રરત્નને જુએ છે. તેને જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થાય છે. હર્ષિત, સંતુષ્ટ, આનંદિત, પ્રસન્નચિત્તવાળા, પ્રીતિકારી મનવાળા,