________________
૧૨૮ ]
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सोमयाए णयणमणणिव्युइकरे, अक्खोभेसागरो व्व थिमिए, धणवइव्व भोगसमुदयसद्दव्वयाए, समरे अपराइए, परमविक्कमगुणे, अमरवासमाणसरिसरूवे, मणुयवई भरहचक्कवट्टी भरहं भुंजइ पणट्ठसत्तू । ભાવાર્થ :- વિનીતા નામની રાજધાનીમાં ભરત નામના ચાતુરંત-ચારે દિશાના અંત પર્યત રાજ્ય કરનારા ચક્રવર્તી રાજા ઉત્પન્ન થાય છે. તેઓ મહાહિમવંત, મલય, મેરુપર્વત જેવા મહાન થાવત્ રાજ્યનું પાલન કરતા વિચરે છે. [ચક્રવર્તી રાજાનું બીજી રીતે વર્ણન કરે છે.]
તેિ ભરત ચક્રવર્તીનું વર્ણન આ પ્રમાણે છે- તે વિનીતા નગરીમાં અસંખ્યાતકાળ પછી ભરત નામના ચક્રવર્તી ઉત્પન્ન થાય છે. આ ભરત ચક્રવર્તી યશસ્વી, શ્રેષ્ઠ પુરુષ હોવાથી ઉત્તમ, ઉત્તમ વંશમાં ઉત્પન્ન થવાથી અભિજાત-કુલીન હોય છે. તેઓ સત્ત્વ-સાહસિક, વીર્ય-આંતરિક બળ તથા પરાક્રમ વગેરે ગુણોથી યુક્ત હોય છે. તેઓનું શરીર પ્રશસ્ત વર્ણાદિ અને સુદઢ સંહનન યુક્ત હોય છે. ઔત્પાતિકી વગેરે બુદ્ધિ, અનુભૂત અર્થને ધારણ કરનારી ધારણા શક્તિ, હેય અને ઉપાદેય વિવેચક બુદ્ધિ રૂપ મેધા, સંસ્થાન (આકાર), શીલાચાર, પ્રકૃતિ વગેરે પ્રશસ્ત અને ઉત્તમ હોય છે. તેઓના આજ્ઞા, ઐશ્વર્ય, શરીર શોભા તથા ગતિ ઉત્કૃષ્ટ હોય છે. તેઓ વિવિધ પ્રકારના પ્રભાવશાળી વચન બોલવામાં નિપુણ, તેમજ અન્યને પરાસ્ત કરે તેવો પ્રતાપ, અનપવર્તનીય આયુષ્ય, બળ અને વીર્યથી યુક્ત હોય છે. તેઓ છિદ્રરહિત, સઘન, લોખંડની શૃંખલાની જેમ દઢ વજઋષભનારાચ સંઘયણ યુક્ત હોય છે.
તેઓની હથેળી અને પગના તળીયા મત્સ્ય, ધોંસરું, ઝારી, વર્ધમાનક, ભદ્રાસન, શંખ, છત્ર, વીંજણો, પતાકા, ચક્ર, હળ, મૂસળ, રથ, સ્વસ્તિક, અંકુશ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, યજ્ઞસ્તંભ, સમુદ્ર, ઇન્દ્રધ્વજ, પૃથ્વી, કમળ, હાથી, સિંહાસન, દંડ, કાચબો, ઉત્તમપર્વત, ઉત્તમઅશ્વ, શ્રેષ્ઠ મુગટ, કુંડળ, નંદાવર્ત, ધનુષ્ય, ભાલો, કુંપિકા(કુંભ), ભવન, વિમાન વગેરે પ્રશસ્ત, વિસ્મયકારી, ભિન્ન-ભિન્ન ૧૦૦૮ લક્ષણોથી સુંદર હોય છે. તેઓનું વિશાળ વક્ષસ્થળ ઊર્ધ્વમુખી, સુકુમાર, સ્નિગ્ધ, દક્ષિણાવર્ત પ્રશસ્ત એવી રોમરાજિથી રચિત, શ્રીવત્સના ચિહ્નથી યુક્ત હોય છે. તેઓ દેશ-કોશલદેશ અને ક્ષેત્ર-વિનીતા નગરીમાં અનન્ય, વિશિષ્ટ શરીરાકૃતિના ધારક હોય છે. તેઓનો વર્ણ ઉગતા સૂર્યના કિરણોથી વિકસિત કમળના મધ્યભાગ જેવો સુવર્ણવર્ણ હોય છે. ઘોડાના અપાન-ગુદાભાગની જેમ તેઓનો પૃષ્ઠાત ભાગ મળથી અલિપ્ત હોય છે. તેઓના શરીરની સુગંધ પધ, ઉત્પલ, ચમેલી, માલતી, જુઈ, ચંપક, નાગકેસર અને કસ્તુરી જેવી સુગંધથી સુગંધિત હોય છે. તેઓ અતીવ પ્રશસ્ત ૩૬ રાજગુણોથી યુક્ત હોય છે. તેઓ એકછત્રી રાજ્યના ધારક, નિર્મળ માતૃવંશ, પિતૃવંશવાળા, પોતાના નિષ્કલંક કુળરૂપી ગગનમાં મૃદુ સ્વભાવના કારણે પૂર્ણચંદ્રની જેમ નેત્ર અને મનને આનંદદાયી લાગે છે. તેઓ અક્ષુબ્ધ ક્ષીરસમુદ્રની જેમ નિશ્ચલ, સ્થિર અને ગંભીર; ધનપતિ કુબેરની જેમ વિદ્યમાન દ્રવ્યાનુસાર ભોગોપભોગના ભોક્તા, સમરાંગણમાં અપરાજિત, ઉત્કૃષ્ટ પરાક્રમથી યુક્ત હોય છે. ઇન્દ્રતુલ્ય રૂપવાળા, પ્રનષ્ટ શત્રુવાળા, મનુષ્યાધિપતિ ભરત રાજા ભરતક્ષેત્ર ઉપર શાસન કરે છે, તેનો ઉપભોગ કરે છે. (ઉપરોક્ત વિશેષતાઓથી વિશિષ્ટ ભરત ચક્રવર્તીઓના નામ ઉપરથી ભરતક્ષેત્રનું ભરતક્ષેત્ર' એવું નામાભિધાન થયું છે.)