________________
ત્રીજો વક્ષસ્કાર
નૃતમાલ દેવ, (૯) ચુલ્લહિમવંત ગિરિદેવ, (૧૦) વિદ્યાધર રાજાઓ, (૧૧) નવનિધિના નિમિત્તે, (૧૨) રાજ્યપ્રવેશ (૧૩) ચક્રવર્તીપણાના અભિષેક સમયે. બે ગુફાઓના દ્વાર ખોલતી વખત બે અક્રમ સેનાપતિ કરે છે. આ રીતે છ ખંડની સિદ્ધિ માટે કુલ ૧૫ અક્રમ કરવામાં આવે છે. તીર્થંકર ચક્રવર્તીઓને પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિના કારણે છ ખંડ ઉપર વિજય મેળવવા અક્રમ કરવાની આવશ્યકતા રહેતી નથી. સંકલ્પ માત્રથી તે તે અધિષ્ઠાયક દેવો તીર્થંકરને વશ થઈ જાય છે.
૧૨૫
પ્રસ્તુત વક્ષસ્કારમાં પ્રસંગોચિત રૂપે ચક્રવર્તીની સ્નાનવિધિ, ચક્રવર્તીના શરીર-ગુણોનું વર્ણન, ચક્રવર્તીના રથ, ધનુષ્ય, બાણ, ચક્ર પૂજા વિધિ, પુત્ર જન્મ મહોત્સવ, ચક્રવર્તીનો નગર પ્રવેશ, મહાભિષેક, કિરાત જાતીય મનુષ્યો વગેરેનું તાદશ વર્ણન જોવા મળે છે.
આ વર્ણન આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકરના પુત્ર ભરત ચક્રવર્તીના નામથી કર્યું છે. ભરત ચક્રવર્તીને અરીસાભુવનમાં કૈવલ્ય પ્રાપ્તિ અને તેના મોક્ષગમન પર્યંતનું સંપૂર્ણ વર્ણન છે.
܀܀܀܀܀