________________
[ ૧૨૪]
શ્રી જીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ત્રીજે વક્ષસ્કાર
પરિચય છે જે
જે
પ્રસ્તુત વક્ષસ્કારમાં ચક્રવર્તી ભરતક્ષેત્રના છ ખંડ-છ વિભાગ ઉપર વિજય મેળવે છે, તેનું વર્ણન
ભરતક્ષેત્રમાં પ્રત્યેક અવસર્પિણી, ઉત્સર્પિણી કાળમાં ૧૨ ચક્રવર્તી થાય છે. તેઓ ચૌદ રત્ન, નવનિધિ અને સંપૂર્ણ ભરતક્ષેત્રના સ્વામી હોય છે. ભરતક્ષેત્રમાં કાળનું પરિવર્તન થયા કરે છે. તેમાં અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતભાગમાં પ્રથમ તીર્થકર થાય ત્યારે પ્રથમ ચક્રવર્તી પણ થાય છે. જંબૂદ્વીપના ભરતક્ષેત્રનું તથા તેમાં થતાં કાળ પરિવર્તનનું વર્ણન પ્રથમ-બીજા વક્ષસ્કારમાં પૂર્ણ કરી, સૂત્રકાર આ વક્ષસ્કારમાં ચક્રવર્તીનું વર્ણન કરે છે. ચક્રવર્તી :- જે વ્યક્તિ ચક્રને અનુસરતા ભરતક્ષેત્રના છ ખંડ ઉપર વિજય મેળવી, તેનું આધિપત્ય ભોગવે તે ચક્રવર્તી કહેવાય છે.
ચક્રવર્તી તીર્થકરની જેમજ ઉત્તમ જાતિ, ગોત્ર અને રાજકુળમાં જ જન્મ ધારણ કરે છે. ચક્રવર્તીની માતા તીર્થકરની માતાની જેમ ૧૪ સ્વપ્નાઓ જુએ છે પણ તે સ્વપ્નાઓ તીર્થકરની માતાના સ્વપ્ના કરતાં કાંઈક ઝાંખા હોય છે. ચક્રવર્તી કળાચાર્યની હાજરી માત્રથી શસ્ત્ર, શાસ્ત્ર તથા સમસ્ત કળાઓમાં વિશારદ થાય છે.
તેઓ પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન અને ૧૦૦૮ ઉત્તમ લક્ષણયુક્ત હોય છે. તેમના વક્ષ:સ્થળ ઉપર દક્ષિણવર્ત રોમરાજીથી બનેલું શ્રીવત્સનું ચિહ્ન હોય છે. ૨000 દેવો તેના અંગ રક્ષક(બોડી ગાડ) હોય છે.
આ ચક્રવર્તી યથાયોગ્ય સમયે રાજ્યગાદી ઉપર આવે છે અને માંડલિક રાજા બને છે. ચક્રરત્ન પ્રગટ થયા પછી ચક્રરત્નની પૂજા કરે તેનો મહોત્સવ ઉજવે તત્પશ્ચાત્ વિજય યાત્રાનો પ્રારંભ કરે છે.
ચક્રવર્તી જે જે ક્ષેત્રમાં વિજય માટે જાય છે. તે તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવ-દેવીઓને અઠ્ઠમ તપની આરાધના દ્વારા આધીન કરે છે અને તે ક્ષેત્ર પર વિજય મેળવે છે.
આ રીતે તે ક્રમશઃ ત્રણ તીર્થ, ગંગા-સિંધુ નદી, ચાર નિષ્ફટ(ખૂણાના ભાગ) વૈતાઢય પર્વત, તિમિસા અને ખંડ પ્રપાત ગુફા તેમજ નવનિધિ પર વિજય મેળવે છે.
ચક્રવર્તી વિજય યાત્રાના પ્રારંભથી અંત સુધીમાં કુલ ૧૩ અઠ્ઠમ તપની આરાધના કરે છે. યથા(૧-૩) ત્રણ તીર્થના દેવો, (૪-૫) ગંગા-સિંધુ દેવી, (૬) વૈતાઢય ગિરિકુમાર દેવ, (૭-૮) કૃતમાલ અને