________________
૧૨૬
ત્રીજો વક્ષસ્કાર
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
विनीता रा४धानी :
१ से केणट्टेणं भंते ! एवं वुच्चइ - भरहे वासे, भरहे वासे ?
ए
गोमा ! भरणं वासे वेयड्डस्स पव्वयस्स दाहिणेणं चोद्दसुत्तरं जोयणसयं क्कारस य एगुणवीसइभाए जोयणस्स, अबाहाए लवणसमुद्दस्स उत्तरेणं चोद्दसुत्तरं जोयणसयं एक्कारस य एगूणवीसइभाए जोयणस्स, अबाहाए गंगाए महाणईए पच्चत्थिमेणं, सिंधूए महाणईए पुरत्थिमेणं, दाहिणङ्कभरहमज्झिल्लतिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं विणीया णामं रायहाणी पण्णत्ता - पाईणपडीणायया, उदीणदाहिणवित्थिण्णा, दुवाल जोयणायामा, णवजोयण वित्थिण्णा, धणवइमइणिम्माया, चामीयस्पागास्णाणामणिपंचवण्णकविसीसग परिमंडियाभिरामा, अलकापुरीसंकासा, पमुइयपक्कीलिया, पच्चक्खं देवलोगभूया, रिद्धित्थिमियसमिद्धा, पमुइय जण जाणवया जाव अभिरूवा पडिरूवा ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! ભરતક્ષેત્રને ભરતક્ષેત્ર કહેવાનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! ભરતક્ષેત્રના વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં ૧૧૪ ૯ યોજન દૂર અને દક્ષિણ લવણસમુદ્રની ઉત્તર દિશામાં ૧૧૪ દૈ યોજન દૂર, ગંગા મહાનદીની પશ્ચિમ દિશામાં અને સિંધુ મહાનદીની પૂર્વ દિશામાં, દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના ત્રણ ખંડમાંથી મધ્યવર્તી ખંડના બરાબર મધ્ય ભાગમાં विनीता (अयोध्या) नामनी नगरी छे.
તે નગરી પૂર્વ પશ્ચિમ ૧૨ યોજન લાંબી અને ઉત્તર દક્ષિણ ૯ યોજન પહોળી; ધનપતિ કુબેર દ્વારા નિર્મિત; પંચવર્ણી મણિઓથી સુશોભિત; કપિ(વાંદરાના) શીર્ષ જેવા કાંગરાવાળા સુવર્ણમય કિલ્લાના કારણે મનોહર, અલકાપુરી-ઇન્દ્રનગરી સદશ પ્રમુદિત, પ્રક્રીડિત-આનંદ, પ્રમોદ અને ક્રીડાના સ્થાનયુક્ત; સાક્ષાત્ દેવલોક જેવી, ઋદ્ધિ, શાંતિ, સમૃદ્ધિથી યુક્ત, પ્રમુદિત મનુષ્ય અને દેશથી યુક્ત યાવત્ મનોજ્ઞ અને મનોહર હતી.