________________
બીજો વક્ષસ્કાર
[ ૧૦૯ ]
गोयमा ! ओसण्णं णरग-तिरिक्खजोणिएसु उववज्जिहिंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયના શીલરહિત, દુરાચારી, અણુવ્રત-મહાવ્રત રહિત, ઉત્તમગુણ રહિત, કુળ મર્યાદા રહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ રહિત, માંસાહારી, મસ્યાહારી, તુચ્છાદારી, કુણિમાહારી-ચરબી વગેરેનો આહાર કરનારા તે મનુષ્યો મરણના સમયે મૃત્યુ પામી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયના(છઠ્ઠા આરાના) મનુષ્યો પ્રાયઃ નરક ગતિ અને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થશે. ૨૨૪ તીરે ગંતે ! સમાઈ સીદ, વધા, વિના, લીવિયા, મચ્છી, તરછા, परस्सरा, सरभसियालबिरालसुणगा, कोलसुणगा, ससगा, चित्तगा, चिल्ललगा ओसण्णं मंसाहारा, मच्छाहारा, खोद्दाहारा, कुणि
माहारा कालमासे कालं किच्चा कहिं गच्छिहिंति कहिं उववज्जिहिति?
गोयमा ! ओसणं णरगतिरिक्खजोणिएसु उववज्जिहिति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે સમયના માંસાહારી, મત્સાહારી, ક્ષુદ્રાહારી, કુણિમાહારી એવા સિંહ, વાઘ, વરુ, દીપડા, રીંછ, તરક્ષ- વાઘની એક જાતિ, પરાશર- ગેંડો, શરભ- અષ્ટાપદ, બિલાડા, કૂતરા, જંગલી કૂતરા, ડુક્કર, સસલા, ચિત્રક, ચિલગ- કૂતરાની એક જાત વગેરે પશુઓ મરણના સમયે મૃત્યુ પામીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયના (છઠ્ઠા આરાના) તે પશુઓ પ્રાયઃ નરક કે તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થશે. ११५ ते णं भंते ! ढंका, कंका, पिलगा, मग्गुगा, सिही ओसणं मंसाहारा जाव कहिं गच्छिहिंति कहिं उववज्जिहिंति ?
गोयमा ! ओसणं णरगतिरिक्खजोणिएसु उववज्जिहिंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયે માંસાહારી વાવ કુણિમાહારી એવા ઢંક- કાગડાની એક જાત, કંડ- લક્કડખોદ પક્ષી, પિંગલ, મુદ્રક- જલકાગડા, શિખી- મોર, વગેરે પક્ષી મરણના સમયે મૃત્યુ પામી કયાં જશે, કયાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે પક્ષીઓ પ્રાયઃ નરક અને તિર્યંચગતિમાં ઉત્પન્ન થશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દુષમદુષમાં નામના છઠ્ઠા આરાનું સ્વરૂપ વર્ણન છે.