________________
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
દુષમદુષમા નામહેતુ :- આ કાળ વિભાગમાં દુઃખ ને દુઃખ જ હોય છે, તેમાં સુખનો અભાવ હોય છે તેથી તેનું નામ દુધમદુષમા પ્રસિદ્ધ થયું છે.
૧૧૦
છઠ્ઠા આરાના વરસાદ અને નાશ ઃ– સામાન્ય રીતે મેઘ—વરસાદ જગતને જીવન આપનાર, તાપનાશક અને સર્વને ઇષ્ટ હોય છે પરંતુ કાલના પ્રભાવે આ આરામાં તેની અનિષ્ટ પ્રવૃત્તિ થશે. તેમાં અરસ, વિસ, સાજી, કરીષ, ખાટા રસવાળા પાણીની, અગ્નિ જેવા દાહ કરનારા પાણીની, વિષમય પાણીની અને પર્વતોને પણ ભેદી નાંખે તેવા વજ્ર જેવા પાણીની વર્ષા થરો.
કાલ સપ્તતિ પ્રકરણ ગ્રંથમાં આ વરસાદનું કાલમાન બતાવ્યું છે. ક્ષાર, અગ્નિ, વિષ, અમ્લ અને વિદ્યુત આ પાંચ પ્રકારના મેઘ ૭-૭ દિવસ વરસશે. તે પર્વતાદિ સર્વ સ્થાનનો નાશ કરી સર્વ સ્થાનને સમાન કરી નાંખે છે. ગ્રંથાંતરમાં તો પાંચમાં આરાના ૧૦૦ વર્ષ શેષ હોય ત્યારે આ વરસાદ થશે તેમ કહ્યું છે તથા આ સમયે વસ્તુઓને ખેદાન મેદાન કરી નાંખે તેવા ભયંકર વાયરા વાશે. તે વાયુ પૃથ્વી પર રહેવા માટે ગામ, નગર, ગૃહાદિને; પહેરવા માટે વસ્ત્રાદિને; જમીનમાંથી ઉત્પન્ન થતાં ધાન્ય, ફળોને નષ્ટ પ્રાય કરી નાંખશે.
આવા ભયંકર પર્વત ભેદી વરસાદમાં કોઈ માનવ કે પશુઓ જીવી શકે નહીં પરંતુ ભરતક્ષેત્રના અધિષ્ઠાયક દેવ બીજભૂત કેટલાક મનુષ્યો અને તિર્યંચોને ઉપાડી-ઉપાડીને વૈતાઢય પર્વતની ગુફાઓ પાસે આવેલા ૭૨ બિલોમાં મૂકી દેશે. તેના દ્વારા સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યોની પરંપરા ચાલશે કારણ કે ગર્ભજ જીવો માટે માતાપિતાની પરંપરા અવિચ્છિન્ન રહેવી જરૂરી છે. આ રીતે દેવ દ્વારા સંહરિત મનુષ્યો અને સ્થલચર, ખેચર વગેરે સંશી તિર્યંચોની પરંપરા ૨૧,૦૦૦ વર્ષ પર્યંત ચાલશે.
પદ્મય મિતિ આશરુત્ત્વતમžિ :- પર્વત- પર્વ એટલે ઉત્સવ. તેને વિસ્તૃત કરે તે પર્વતો, તે પર્વતોને ક્રીડા પર્વત પણ કહે છે. ગિરિ પર્વત– ગિરિ એટલે શબ્દ. જે પર્વત ઉપર લોકો રહેતા હોય, તે લોકોના શબ્દોથી પર્વત શબ્દાયમાન હોય તેવા પર્વતોને ગિરિ પર્વત કહે છે. ડુંગર– ડુંગર એટલે શિલા. મોટી-મોટી શિલાવાળા પર્વતોને ડુંગર કહે છે. ઉત્થલ– ધૂળ સમૂહના ઉન્નત સ્થાનો ટીંબાઓ અથવા ઉન્નત ટેકરીઓ, ભ્રાષ્ટ- ધૂળ રહિતની વિશાળ ભૂમિ.
ઓસાં ધમ્મસળા સમ્મત્ત પરિભઠ્ઠા :– પ્રાયઃ ધર્મ સંજ્ઞા = શ્રદ્ધા અને સમ્યક્ત્વથી પરિભ્રષ્ટ હોય છે. અહીં પ્રાયઃ શબ્દ ગ્રહણ કર્યો હોવાથી કોઈક જીવ સમ્યક્ત્વ પામી શકે છે, તેમ સમજવું.
છઠ્ઠા આરાના મનુષ્યના બિલસ્થાનો ઃ– છઠ્ઠા આરામાં ગામ, નગરાદિનો નાશ થવાથી મનુષ્યો પોતાનું રક્ષણ કરવા ગંગા અને સિંધુ નદીઓના કાંઠાઓ ઉપર રહેલી ભેખડોમાં ગુફા જેવાં બિલ સ્થાનોમાં રહેશે. દક્ષિણાવર્તી ચૈતાઢ્ય પર્વતની સમીપે ગંગાનદીના બંને તટ ઉપર ૯-૯ – ૧૮ બિલો અને તે જ રીતે = સિંધુનદીના બંને કિનારે ૯-૯ - ૧૮ બિલો, કુલ ૩૬ બિલોમાં દક્ષિણાર્ધ ભરતના મનુષ્યો અને તિર્યંચો રહેશે. તે જ રીતે ઉત્તરવર્તી ચૈતાઢય પર્વતના ૩૬ બિલોમાં ઉત્તર ભરતક્ષેત્રના મનુષ્ય અને તિર્યંચો રહેશે. આ બિલો ભયંકર અને ઘોર અંધકારવાળા હશે. ચોર કારાગૃહમાં રહે તેમ મનુષ્યાદિ તેમાં રહેશે. તે મનુષ્યો દિવસના તાપ અને રાત્રિની શીત પીડાના કારણે બહાર નીકળી શકશે નહીં.