________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
ધાધર, કંડુ-ખંજવાળ રોગથી વ્યાપ્ત થવાના કારણે અને કઠોર તીક્ષ્ણ નખોથી શરીર ખંજવાળવાના કારણે તેમના શરીર વિકૃત થઈ જશે. તેમની ચાલ ઊંટ જેવી અને તેમના સાંધાઓ વિષમ હશે. તેઓના હાડકા અસ્થિર અને વિભક્ત-પરસ્પરના સંશ્લેષથી રહિત હશે; તેઓ દુર્બળ, કુસંહનન, પ્રમાણહીન શરીર, કુસંસ્થાન, કુરૂપવાળા હશે. તેઓના સ્થાન, આશન, શયન અને ભોજન વગેરે ખરાબ થશે અને તેઓની રહેણીકરણી ગંદકી યુક્ત હશે. તેઓના શરીરના પ્રત્યેક અંગો અનેકવિધ વ્યાધિઓથી પીડિત હશે. તે વિહ્વળ ગતિવાળા, નિરુત્સાહી, આત્મ બળથી રહિત, વિકૃત ચેષ્ટા અને કાંતિ રહિત થશે. તેઓ શીત, ઉષ્ણ, તીક્ષ્ણ, કઠોર, સ્પર્શવાળા વાયુથી ઊડતા મલિન ધૂળકણોથી અવગુંઠિત- મેલના થર યુક્ત શરીરવાળા રહશે. તેઓ ઘણા ક્રોધ, માન, માયા, લોભ, મોહવાળા, અસુખી, દુ:ખભાગી, પ્રાયઃ ધર્મ શ્રદ્ધા અને સમ્યક્ત્વથી રહિત થશે, ઉત્કૃષ્ટ એક હાથ પ્રમાણ ઊંચાઈવાળા, ૧૬ અને ૨૦ વર્ષના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા, અલ્પ આયુષ્યમાં પણ ઘણા પુત્ર-પૌત્રોવાળા તથા તેના પર અતિ સ્નેહ રાખનારા થશે. તે ગંગા-સિંધુ મહાનદી તથા વૈતાઢય પર્વતનો આશ્રય કરી ૭૨ બિલોમાં રહેશે. નિગોદ ભૂત(નિગોદ જીવોની જેમ સંમિલિત નિવાસવાળા) અને બીજ ભૂત (ભરતક્ષેત્રમાં મનુષ્યોના બીજ સમાન) ૭૨ બિલવાસી મનુષ્યો રહેશે.
૧૦૮
११२ तेणं णं भंते ! मणुया किमाहारिस्संति ?
गोयमा ! तेणं कालेणं तेणं समएणं गंगासिंधूओ महाणईओ रह पह मित्तवित्थराओ अक्खसोयप्पमाणमेत्तं जलं वोज्झिहिंति । से वि य णं जले बहुमच्छ कच्छभाइण्णे, णो चेव णं आउबहुले भविस्सइ ।
तए णं ते मणुया सूरुग्गमणमुहुत्तंसि य सूरत्थमणमुहुत्तंसि य बिलेहिंतो णिद्धाइस्संति, बिलेहिंतो णिद्धाइत्ता मच्छकच्छभे थलाई गाहेहिंति, गाहेत्ता सीयात - तत्तेहिं मच्छकच्छभेहिं इक्कवीसं वाससहस्साइं वित्तिं कप्पेमाणा विहरिस्संति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે મનુષ્યો શેનો આહાર કરશે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે ગંગા-સિંધુ આ બે મહાનદીમાં રથ પ્રમાણ પહોળું અને રથના ચક્રની નાભિ-ધૂંસર પ્રમાણ ઊંડું પાણી વહેશે. તે પાણીમાં માછલા, કાચબા વગેરે ઘણા થશે અને પાણી અલ્પ રહેશે. બિલવાસી તે મનુષ્યો સૂર્યોદયના સમયે અને સૂર્યાસ્તના સમયે બિલમાંથી બહાર નીકળશે. બહાર નીકળીને; મચ્છ, કચ્છને જમીન ઉપર લાવીને ખાડામાં દાટશે. રાત્રિની ઠંડી અને દિવસના તાપમાં તપાવીને (શુષ્કરસ વાળા બનાવી) તે મચ્છ-કચ્છ દ્વારા ૨૧,૦૦૦ વર્ષ સુધી જીવન નિર્વાહ કરશે.
११३ ते णं भंते! मणुया णिस्सीला णिव्वया णिग्गुणा णिम्मेरा णिप्पच्चक्खाणपोसोहववासा, ओसण्णं मंसाहारा मच्छाहारा खुद्दाहारा कुणिमाहारा कालमासे कालं किच्चा कहिँ गच्छिहिंति, कहिं उववज्जिहिंति ?